________________
૨૧૫
આધ્યાત્મિક અને ભૌતિક માટે અનિવાર્ય એવી વસ્તુઓ મેળવવા માટે ઉદ્યમ કરનાર માણસ: રેજની રેટી માટે નહીં, પણ જીવનની રેટી માટે . . . આ બીજાને હું પહેલા કરતાં પણ વધુ માન આપું છું.'
પરંતુ આ માણસે સાચે જ લે છે? તેમને જરા ઝીણવટથી તપાસશે તે તમને માલુમ પડશે કે, તે બંને એક જ છે. તેઓ જુદા જુદા જે વસ્તુઓ ઉત્પન્ન કરે છે તેમની અનિવાર્યતાની બાબતમાં, તથા તે અનિવાર્ય છે એવા ભાનની બાબતમાં, તેઓ બંને એક બની જાય છે.
સ્થૂલ પદાર્થ કે વિશ્વનું ભૌતિક તત્વ એવી વસ્તુ છે કે, તેના વિના આપણામાનો કેઈ, અરે ગમે તે આધ્યાત્મિક વલ ગુવાળે ૫ગુ, ન ચલાવી શકે; એ કથનમાં હવે હું એક બીજું કથન ઉમેરું છું, અને તે પણ તેના જેટલું જ નિર્વિવાદ છે.
ભૌતિક તત્ત્વની ભારેમાં ભારે અર્થપૂર્ણ એવી વિશિષ્ટતા એ છે કે, તેને સદુપયોગ કરવામાં આવે, તો તે પણ સામે તેવો જ જવાબ વાળે છે. ભૌતિક તત્વનું અંતિમ સ્વરૂપ ગમે તે હોય, પરંતુ જ્યારે તેને મેગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે બદલામાં તે જે કીમતી વસ્તુઓથી આપણને નવાજે છે, તેને અંત જ નથી. તેનો દુરુપયોગ કરે તેની સાથે જ તે તમારે ખરાબમાં ખરાબ દુશ્મન બની જાય છે; તેને સદુપયેગ કરો, તો તે તમારે સારામાં સારો મિત્ર બની જાય છે. “ભૌતિક તત્ત્વની ઉત્તમ બનવાની શક્યતા એ વિષય ઉપર કેઈએ હજુ ગ્રંથ નથી લખ્યો એ નવાઈની વાત છે. બીજા કશા ખાતર નહીં, તે પેલા છેટે રસ્તે ચડેલા ફિલસૂફોની સાન ઠેકાણે આવે તેટલા માટે પણ તે ગ્રંથ લખાવું જોઈએ. જે લોકો ભૌતિક તત્ત્વને દુરુપયોગ કરે છે, તેમની સાથે તે તત્ત્વ જે ગંદી રમતો રમી જાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org