________________
ગુણવિકાસ
૨૦૭ પરંતુ જુદા જુદા અંશે પૂરતું જ વિચારનારા આજના જમાનાના પ્રતીકરૂપ એ વસ્તુ છે.
તકલાદી બાંધકામને ખરાબ પ્રકારે કરાતી મજૂરીમાત્રના નમૂના તરીકે ગણુને હું એમ બતાવવા માગું છું કે, ખરાબ રીતે કરેલું કામકાજ તેમાં ભાગ લેનાર બધા પક્ષેને હીન બનાવનાર તથા માનવ પ્રાણ તરીકે તેમની સર્વાહાનિ કરનાર વસ્તુ છે. તે વસ્તુ કારીગરનું પિતાનું સ્વમાન ઓછું કરે છે એટલું જ નહીં, પણ તેના કામકાજ તરફ નજર કરનાર બધાની નજરમાં તેને હલકે પાડે છે. તે આખા નૈતિક વાતાવરણને કલુષિત કરે છે. તેને આર્થિક મદદ કરનાર રાજ્યતંત્ર, તેની પેજના કરનારા તેના કલ્પકે, તેને ઠેકે, રાખનારા, તેમાં કામે લાગનારાં તમામ દહાડિયાં, તથા તેવાં બાંધકામ નભાવી લેનાર આમ-જનસમુદાય – એ બધાને તેનાથી નિતિક નુકસાન થાય છે. પછી એ નુકસાનને પહોંચી વળવા તેનો સામનો કરવા કે તેને નાબૂદ કરવા નીતિશિક્ષકે અને ધર્મોપદેશકે તેમનું બધું જોર ખર્ચે, તે પણ તેઓ સફળ ન નીવડી શકે. એવું કામ કરનારા બધા પક્ષે વચ્ચેને આપસઆપસનો સંબંધ પણ હલકા પ્રકારના હોય છે. તે બધાને એકબીજા પ્રત્યે આદરભાવ નથી હોતો. તે બધા અંતરમાં એમ જાણતા હોય છે કે, પતે એક ભારે દગાબાજી કરી રહ્યા છે. તેથી તેઓની એકબીજા પ્રત્યેની વફાદારી, દગાબાજોની ટેળીમાં હેતી વફાદારીની હદથી જરાય ઉચ્ચ કોટીની નથી હોતી. તેમ જ એ કામ “મૂડીદારના રાજ્યતંત્ર” હેઠળ કરવામાં આવ્યું હોય કે “મજૂરોના રાજ્ય હેઠળ’ કરવામાં આવ્યું હોય, તો પણ પરિણામે કશે જ ફેર પડતો નથી. પિતે ભેગા મળીને જે કામ કરી રહ્યા છીએ તે સુંદર છે તથા પ્રમાણિ છે, એક વા ભાનથી દિલમાં જે સ્ફતિ ઊપજે છે,
આપસને એનું કામ કરનાર અને તે પણ નીતિશિક્ષકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org