________________
२०४
સર્વોદયની જીવનકળા તેટલા જ પ્રમાણમાં જટિલ બની ગયા છે, તથા બંનેની એકબીજા ઉપરની અસર પણ વધુ તીવ્ર બની ગઈ છે.
એટલે આપણે જો હજુ પણ કહીએ કે, “બાહો સંજોગો જ બળવાન છે, અને પરિસ્થિતિઓ જ માણસેને ઘડે છે,” – અને તે વસ્તુને હું ઈન્કારતે નથી – ત્યારે આપણે માત્ર ભૌતિક પરિસ્થિતિનો જ વિચાર ન કરે જોઈએ; પરંતુ તેના માનવ અંશની જે મોટી તથા વધતી જતી અસર તેને, તથા તે બંનેના સંબંધની પરસ્પરતાને યાદ રાખવા જોઈએ. સ્વર્ગ જેવી ભૌતિક પરિસ્થિતિમાં મને મૂકે, પરંતુ ત્યાં મારી જોડે જે નય મૂર્ખ, હરામખોરે, વિશ્વાસઘાતીઓ, દંભીઓ, ભાષણિયાએ, વાતોડિયાઓ, ઠગે, લબાડે, બદમાસે, અને બેઠાખાઉએને મારા સાથીદાર તરીકે મૂકે, તે મારી પરિસ્થિતિ આ જરા વધુ પવનવાળા વ્યાખ્યાનગૃહમાં ગ્લાસગોના શ્રોતાજનો સમક્ષ અત્યારે છે તે કરતાં પણ વધુ ખરાબ થઈ જાય. તે જ પ્રમાણે તમે તમારી જાતને સ્વર્ગીય પરિસ્થિતિમાં મૂકે, પણ સોબતી તરીકે મને એકલાને રાખે, તો પણ તમારી પરિસ્થિતિ જેવી જોઈએ તેવી નહીં જ કહેવાય.
“માણસ તેની પરિસ્થિતિથી ઘડાય છે,” એ સામાન્ય . સિદ્ધાંત, આ બધી વિચારણાઓને કારણે નબળું પડતું નથી; પરંતુ તેને એક નવું જ સ્વરૂપ જરૂર પ્રાપ્ત થાય છે. તે સ્વરૂપ ડાર્વિનના ચેલાઓ કે માસના ચેલાઓની વ્યાખ્યામાં તેને નથી જ મળતું. ઉપરાંત, આ વિચારણાઓને કારણે તે સિદ્ધાંતને ઉપયોગ કરવાની બાબતમાં પણ સાવચેત રહેવાની આપણને ચેતવણી મળે છે; નહીં તે તે આપણું જ ઉપર ચડી વાગે. આપણી ઉપર બીજાની અસર થાય છે એટલું જ નહીં, પણ આપણે પણ તેમની ઉપર અસર કરીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org