________________
છે જીવનકાળા
૨૦૦ રૂપે ભલે હે.) પરંતુ 5 જાતના વધુ માણસની સંખ્યા છે. અર્થાત્ વધુ મજબૂત સાથીદારે, વધુ સારા પાડોશીઓ, વધુ વિશ્વાસપાત્ર મિત્રો, વધુ વફાદાર પ્રેમીઓ, વધુ સદ્દગૃહસ્થ
– ટૂંકમાં તે જાતના લાયક લોકે વધુ મળશે; પરંતુ બીજા વર્ગના લોકે, કે જેમને આપણે દૂર કરવા ઈચ્છીએ છીએ, તથા જેઓ “ઘણું વધારે હોવાથી” “ફાસો ખાઈને પોતાની મેળે મરી જાય એવું ઈચ્છીએ છીએ, તે વર્ગના ઓછા.
આજે જ્યારે વિકાસવાદનો* સિદ્ધાંત બધા મનુષ્યના મેંમાં રમી રહ્યો છે, ( જોકે મેંમાં વધુ હોય છે, અને સમાજમાં એ છે હોય છે, ત્યારે મનુષ્ય પ્રાણીઓની જાત” સુધારવા માટે આડકતરી પદ્ધતિ જ અખત્યાર કરવી જોઈએ, એ બાબત આગ્રહ બતાવવાની ભાગ્યે જરૂર લાગે. પરિસ્થિતિની સુધારણા', કે “બાહા સંજોગોની સુધારણું” એવા નામથી તે વસ્તુ બધાને લાંબા કાળથી પરિચિત છે. ઘણા માણસો હવે આપણા આત્માઓ સુધારવા માટે આ લોકમાં કે પરલોકમાં મળનારાં ઈનામ કે શિક્ષાઓ બતાવવાની કે પાપીઓને તુચ્છકારવાની ઉપદેશાત્મક પ્રવૃત્તિઓની સીધી પદ્ધતિને બદલે, ઉપર જણાવેલી આડકતરી પદ્ધતિ વધુ અસરકારક માને છે; અને કેટલાક કટ્ટર વિકાસવાદીઓ તો એટલે સુધી જાય છે કે, તેઓ સીધી પદ્ધતિને સમૂળગી જતી કરી, આડકતરી પદ્ધતિને જ સ્વીકાર કરે છે. સામાન્ય સિદ્ધાંતની દૃષ્ટિએ તે લોકો સાચા છે, એમ મને લાગે છે કે, એમાં શરત એટલી કે, “પરિસ્થિતિ” અથવા “બાહ્ય સંજોગો માં માણસ પણ ગણી લેવાં જોઈએ.
આપણે જેવા છીએ તેવા આપણને બનાવવામાં “બાહ્ય સંજોગો” કે “પરિસ્થિતિ’ કારણભૂત છે, એ સિદ્ધાંત કેટલાક ફેરફાર કર્યા વિના ભાગ્યે જ કોઈ એમ ને એમ સ્વીકારી લે. આપણા સદ્ગુણે કરતાં આપણા દુર્ગાની ઉત્પત્તિ દર્શાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org