________________
ગુણવિકાસ
૧૯ કેઈ ન રહે ત્યાં સુધી, તમારી એ પદ્ધતિઓનો અમલ જારી રાખે. તેમ છતાં, તમારી વિણામણથી નીપજેલા એ નમૂનાઓ જ્યારે પણ પૃથ્વી ઉપર આવશે, ત્યારે તેમના જેવા માણસને કરવા યોગ્ય કંઈ કામ તેમને માટે તૈયાર નહિ હોય, તે તમારી બધી મહેનત નકામી જશે. તમારાં “સંપૂર્ણ વિકસિત વ્યક્તિત્વવાળાં લોકોત્તર મનુષ્ય પોતાનો સમય એકબીજાની પ્રશંસા કરવામાં કે પોતાના વ્યક્તિત્વના વિકાસની સંપૂર્ણતા જોયા કરવામાં નહિ ગાળી શકે. સીધા શબ્દોમાં કહીએ તે, તેઓ કંઈક કામ માગશે; અને તે કામ પણ એવું કે જે તેમના સત્ત્વની કટી કરે તેવું હોય – લેકોત્તર મનુષ્યને લાયક એવું પરમ કાર્ય હાય. અને જે તેવું કંઈક કામ તેમને નહિ મળે, તે ચેડા જ વખતમાં આપઘાતની મહામારી તેમનામાં ફાટી નીકળશે. ટૂંકમાં, માણસોને કરવાનાં કામની વાત જો ઊતરતી જશે, તો માણસોની જ્ઞાતિ સુધારવાની આપણી કલપનાઓ કદી ફળીભૂત થવાની નથી. આપણા જમાનાને અને પેઢીને જે કામકાજ કરવું પડ્યું છે, તેના કરતાં વધારે સારી જાતનું કામ કરવાની સ્થિતિ આપણે આપણું ભવિષ્યની પ્રજા માટે ઊભી કરતા જઈએ, એ તેમને માટે આપણે સારામાં સારે વારસે છે. એટલે આપણે કળાકૌશલ્ય ખીલવવા પાછળ મંડીએ; અને મળી શકે એવાં બધાં સાધનો વડે, દેશના ઉદ્યોગધંધામાં તથા લેકનાં રોજિંદા કામકાજમાં તે કળાકૌશલ્યને કામ દેતું કરીએ. આપણા દેશમાં બનતા માલની જાત અથવા “ગુણ” કાયમ રાખવા ને સુધારવા માટે આર્થિક ઉપરાંત બીજા ઘણાંય અગત્યનાં કારણે છે. “ઉત્તમતા પ્રથમ શોધે; સંખ્યા તે પછી આપોઆપ આવી મળશે.” એ વાક્યમાં ઉલ્લેખેલી સંખ્યા માત્ર ધનની જ સંખ્યા નથી, (કારણ કે તે કંઈ મુખ્ય વસ્તુ નથી, અલબત્ત તેના પ્રતીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org