________________
૧૯૧
ગુણવિકાસ ભગીરથતાથી કંપી ઊઠે. પરંતુ માણસ એવાં ભગીરથ કામ પાર પાડવા માટે જ સરજાયે છે. ઈશ્વરે જ્યારે માણસના નાકમાં પ્રાણ પૂર્યો, ત્યારે તેને તેના ધંધા અરીકે “અશક્ય ને શક્ય કરવાનું કામ” જ સોંપ્યું છે. કોઈ મહાન ચમત્કાર જે લાગતો માનવ-સંસ્કૃતિનો ઈતિહાસ પણ માણસની તે મહાન ધંધા માટેની લાયકાત જ પુરવાર કરે છે. આ ઘડીએ પણ જગતમાં એટલી સામાજિક વીરતા જરૂર મોજૂદ છે, કે જે સંસ્કૃતિને “જથાને માર્ગેથી વાળીને “ગુણને માર્ગે ચડાવી દે. માત્ર તેને જુદાં જુદાં આકર્ષક પદે, વાક્યો અને જાદુમત્રોની મોહિનીમાંથી ઢળીને જાગ્રત કરવી જોઈએ.
એવું કહેવામાં આવે છે કે, માણસ જે છેક જ ભ્રષ્ટ તથા પતિત પ્રાણી હોત, તે તે પોતાની ભ્રષ્ટતા કે પતિતતાને કદી જાણી શકત જ નહિ. “હવે મારું આવી બન્યું', એવી પિતાની દશાનું માન હોવું એનો અર્થ જ એ કે, તેનામાં હજુ એટલે સારો પ્રકાશ રહ્યો છે કે જેથી તે પોતાની અવદશા જોઈ શકે છે. તે જ પ્રમાણે “પાશ્ચાત્ય સંસ્કૃતિને અધપાત’ એ કથન પણ અંતિમ ન હોઈ શકે. આપણે પડવા લાગ્યા છીએ, એ વસ્તુનું ભાન કંઈ એ પડવામાં સામેલ થતું નથી, પરંતુ તેનાથી બહાર રહે છે અને કદાચ તે જ આપણને આપણું પડતી અટકાવવાનો ઉપાય પૂરે પાડે. તે જ પ્રમાણે આજકાલ “જ” આપણા ઉપર સામ્રાજ્ય જોગવી રહ્યો છે, એ જાતનું માન જ સૂચિત કરે છે કે, આપણા અંતરના ઊંડાણમાં આપણે હજુ “ગુણને જ પૂજીએ છીએ, તથા તે શી વસ્તુ છે તે જાણીએ છીએ.
જો કે, આજના ઉદ્યોગનું મુખ્ય વલણ “જથા” તરફ જ છે તેમ છતાં, “ગુણ” પ્રત્યે તેણે એક જ હાથ જોઈ નાખ્યા નથી. આપણા બધા ઉદ્યોગમાં (કદાચ કુરસદના સમયની
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org