________________
ઉદ્યોગને વહીવટ
૧૮૭ ભ્રમણ છે; કારણ કે, તમે જેને અપીલ કરશે, તે સરકાર તે તરત જ વિરોધ-પક્ષ સાથેના પિતાના ઝઘડામાં જ અટવાઈ જશે, અને પિતાને ટેકો આપનારાઓની ખફગી વહેરવાના ભયમાં ગૂંચાયા કરશે. એ બે ઝઘડા પછી એકબીજા સાથે કેવાય સંકળાઈ જશે; અને છેવટે જ્યારે કાંઈક નિરાકરણ આવશે, ત્યારે પણ તે મૂળ ઝઘડાની બાબતોથી જુદું જ એવું કઈ રાજકીય-ઔદ્યોગિક સમાધાન હશે.
ઉદ્યોગની નાણાંકીય બાજુ સંભાળવાને માટે તે આપણું રાજકીય તંત્ર વળી વધુ અગ્ય છે. એટલું વળી સારું છે કે, મેટામેટા નાણાંકીય પ્રશ્નો એવા અટપટા તેમ જ સમજવા મુશ્કેલ હોય છે કે તેમને પાર્લમેન્ટની ચર્ચાના કે ચૂંટણી વખતે ભાષણબાજી કરવાના વિષય નથી બનાવી શકતા. આપણા જમાનાના અગત્યના પ્રશ્નોમાં સોનાનું ચલણ દાખલ કરવાના પ્રશ્ન જે સમાજના બધા વગેરે માટે ગંભીર આર્થિક પરિણામેવાળે બીજો કોઈ પ્રશ્ન નહીં હોય. પરંતુ છેડા વખત ઉપર તે ચલણ ફરી ચાલુ કરી દેવામાં આવ્યું, ત્યારે આમજનતાને અભિપ્રાય પણ લેવામાં નહોતું આવ્યું. અને તેનું કારણ પણ એ જ છે કે, આમ-જનસમુદાય સામાન્ય રીતે એ મુદ્દાની ઝીણવટ સમજી શકે જ નહિ. એ મુદા વિષે કરવામાં આવેલાં ભાષણેને માટે ભાગ એ ચલણ ચાલુ કરી દીધા બાદ જ કરવામાં આવ્યો હતો અને એ પણ સારું જ થયું. કારણ કે, જે તે પ્રશ્નને જાહેર ચર્ચાને તથા પક્ષે વચ્ચેના યુદ્ધનો વિષય બનાવી દેવામાં આવ્યા હોત, તો કશું જ વખતસર કરી ન શકાયું હેત. આજકાલ એવું બને છે કે સારામાં સારી પ્રજાકીય સરકારેની પાછળ નાણવ્યવહારના નિષ્ણાતનું ભારે કુશળ તથા વિશ્વાસુ મંડળ હોય છે. તે મંડળને રાજતંત્ર સાથે કશી લેવા દેવા નથી હોતી, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org