________________
પરિશિષ્ટ
૧૭૯ નહિ જ થાય. કઈ પણ પ્રજાની મિલકતને વીમે જેટલા પ્રમાણમાં આવા સહિયારા ફંડ મારફત ઊતરાવવામાં આવ્યો હશે, તેટલા પ્રમાણમાં તે સહિયારા ફંડમાં ફાળો આપનારી બધી પ્રજાએ તે ફંડને કે તેના કેઈ પણ અંશને યુદ્ધથી નુકસાન ન થાય તેવું જોવાની કાળજી રાખશે. અને જે એવી શરત રાખવામાં આવી હોય કે, કોઈ પણ પ્રજા કારણ વિના જ બીજી પ્રજા ઉપર હુમલો કરે, તો તેને પેલા ફંડમાં ભાગ ડૂલ થઈ જાય, તે તે વસ્તુ ખાસ અસરકારક બનશે. - આધુનિક જગતની પ્રજાઓને એકબીજાના રાજકીય નેતાઓમાં બહુ થોડે જ વિશ્વાસ છે. અને એ બીના બહ અગત્યની તથા દુઃખદ છે. ઘણી વાર તે પ્રજાઓને પોતાના રાજકીય આગેવાનોમાં પણ વિશ્વાસ નથી હેતે. તેથી કરીને આંતરરાષ્ટ્રીય વ્યવહાર જુદી જુદી પ્રજાઓના વડા પ્રધાને, ગૃહમંત્રીઓ કે વિદેશમંત્રીઓ જેવા રાજદ્વારી પુરુષો દ્વારા ચલાવવામાં મુશ્કેલી આવે છે. રાષ્ટ્રસંઘને એ મુશ્કેલીઓને સારે પરિચય છે. તે રાજપુરુષને એકબીજાની દાનત વિષે ભારે શંકા હોય છે; અને દેશના રાજદ્વારી પક્ષના બળમાં થતા વધારાઘટાડાને કારણે રાજકીય ખાતાંઓનાં માણસોમાં વારંવાર ફેરબદલે થયા કરતું હોવાથી એ મુશ્કેલીમાં વધારે થાય છે. જિનીવાથી કંટાળીને તરતમાં જ પાછા ફરેલા એક પ્રતિનિધિએ મને કહ્યું કે, આજે ફેંચેનો જે પ્રધાન તેમને પ્રતિનિધિ થઈને આવ્યા હોય છે, તે એક મહિના બાદ પણ તેમનો પ્રતિનિધિ રહેવાને છે એવી કંઈક ખાતરી પણ આપણને હોય, તે તેમની સાથે બહુ સહેલાઈથી વાટાઘાટે કરી શકાય.
આંતરરાષ્ટ્રીય વ્યવહાર સંભાળવા માટે જે પ્રતિનિધિ ચૂંટવો જોઈએ, તે “ટ્રસ્ટી” શબ્દથી ઓળખાતા વર્ગને હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org