________________
૩૭૦
સર્વાયની જીવનકળા
આપણને આખા વિશ્વ તરફથી મળ્યા છે. આપણે જો માનવપ્રાણી ન હોત અને સમગ્ર વિશ્વના નાગરિક ન હોત, તે આપણને કાંઈ હકા કે ફરો જ ન હાત. તેા પછી મત આપવા માટે ગ્લાસગેા ન હેાત, કે કામ કરવા માટે પૃથ્વી ન હોત. આખા વિશ્વની ભૂમિકા વિના આપણી રાજકીય નાગરિકતા અને આપણી ઔદ્યોગિક નાગરિકતા અગમ્ય અથવા તેા અહીન જ રહે.
આપણુ માનવપ્રાણીઓને એવું માની લેવાની ટેવ પડી છે કે, આખી સૃષ્ટિમાં આપણી જાત જ એકમાત્ર અગત્યની વસ્તુ છે. આપણે આખા જગત સામે એક પ્રકારને જાતિમદ ઊભા કર્યાં છે. માનવજાતિ પેાતાને એકમાત્ર અગત્યની વસ્તુ માને છેઃ આખી કુદરતનું અસ્તિત્વ આપણે તેના ઉપર રાજ્ય ચલાવીએ એટલા માટે છે; તેની શક્તિએ આપણાં યંત્રો ચલાવવા માટે, અને તેની સાધનસપત્તિ આપણે તેને લૂંટીને સમૃદ્ધ થઈએ તેટલા માટે છે; તેના કાયદા આપણી સગવડ માટે છે; અને પોતપાતાના માર્ગમાં ગતિ કરતા આકાશના તારાઓ પણ વાહનાને દિશા અતાવવા માટે છે. પરંતુ આપણે હજી શીખવાનું છે કે, આ વિશ્વમાં માનવજાતિને ઠીક રીતે વવાની શરતે જ નભાવી લેવામાં આવે છે. વિશ્વની આપણી તે નાગરિકતા પ્રત્યે આપણે દક્ષ કરીશું અને ત્યાં અંકિત થયેલા કાયદાઓ, કે જેમને આપણે મત આપીને અમલમાં આણ્યા નથી, તેમની સાથે જો આપણે ગમે તેવી છૂટ લઈશું, તે આપણી ખાકીની નાગરિકતાઓની પણ બૂરી વલે થવાની છે. આપણે માનવા તરીકે બાકીના વિશ્વ સામે ઊભેા કરેલા જાતિમદ સારી વસ્તુ નથી; એ બહુ ભયંકર વસ્તુ છે. આ વાત જો આપણે લક્ષમાં નહિ રાખીએ, તેા નાગરિકના હકા અને ફરજો વિષેને આપણા અભ્યાસ કંઈ જ કામના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org