SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ હકે અને ફરજો - આ ત્રણે પ્રકારની નાગરિકતા એકબીજા સાથે ગાઢ સંકળાયેલી છે તથા એકબીજાને આધારે રહેલી છે. જ્યાં સુધી આપણે બીજા બે ક્ષેત્રમાંનું આપણું સ્થાન ધ્યાનમાં નહીં રાખીએ, ત્યાં સુધી આપણે એ ત્રણમાંથી એક પણ ક્ષેત્રના નાગરિક તરીકે આપણી ફરજો (કે જેમાં આપણા હકને સમાવેશ થઈ જાય છે) સમજી શકવાના નથી. જે દેશમાં આપણે જન્મ્યા હોઈએ, તે દેશમાં મતદાર તરીકે આપણું જવાબદારીઓ, બીજી બાજુ માલ ઉત્પન્ન કરનારા તથા માલ વાપરનારાઓના આંતરરાષ્ટ્રીય સંઘમાં કામ કરનારા તરીકેની આપણી જવાબદારીઓ સાથે ગાઢપણે સંકળાયેલી છે; અને તે બંનેનાં મૂળ પાછાં માનવપ્રાણુઓ તરીકેની આપણી જવાબદારીઓમાં ઊડે નંખાયેલાં છે. દરેકની અસર બીજા બે ઉપર થાય છે, અને તેમની એકબીજાની અસરમાંથી હકે અને ફરજોની એવી હારમાળા ઊભી થાય છે કે જે અતિશય જટિલ છે. પરંતુ તેની અંદર એક પ્રકારની આંતરિક એક્તા છે, જે અપાર અગત્યની છે; તે કાળ જેટલી ઊંડી છે, અને સ્થળ જેટલી વ્યાપક છે. સ્ટિવન્સન વ્યાખ્યાનમાળાની શરતોમાં નાગરિકતાના પ્રથમ બે પ્રકારનો ઉલ્લેખ છે; પરંતુ ત્રીજા માટે, અર્થાત સમગ્ર વિશ્વની આપણી નાગરિકતા બાબત કશું સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. પરંતુ આપણને નાગરિકના હકો અને અને ફરજો સમજવાનું કહીને, તેમાં ગર્ભિત રીતે તેને વિષે પણ કહી જ દીધું છે. કારણ કે હક અને ફરજ એ બંને શબ્દોના અર્થને સારાય વિશ્વ સાથે લેવાદેવા છે. આપણી ફરજ એટલે શું? આપણું ફરે એટલે તે કર્તવ્ય કે જે આપણે બનાવીએ એવું આખું વિશ્વ આપણી પાસે અપેક્ષા રાખે છે. આપણા હક એટલે શું? આપણા હકે એટલે તે અધિકારો કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy