________________
૧૬૬
સર્વોદયની જીવનકળા બીજા કેટલાક એવા હોય છે કે, તેઓ જ્યારે કેઈને રિબાવે કે ત્રાસ આપે ત્યારે જ સુખી થઈ શકે. સમાજતંત્ર આ બંનેમાંથી એક પણ વર્ગનું સુખ નિપજાવી ન શકે. ઊંચી વાડ ઓળંગવામાં ભલા લોકો મદદ કરી શકે એ માટે તે તેમને લંગડા કૂતરા પૂરા પાડવાનું પણ માથે. નહિ લે; કે રિબાવવા માટે જાલીને માણસે પૂરાં પાડવાનું પણ તે માથે નહિ લે.
એક જાતનું સુખ એવું છે, જેને સામાન્ય રીતે “ગળ્યું સુખ” કહેવામાં આવે છે; અને વસ્તુતાએ મીઠાઈની દુકાનમાંની ચીજો આંતરિક ગુણની દૃષ્ટિએ તેમ જ તેમની
કપ્રિયતાની દૃષ્ટિએ પણ તે સુખના આબેહૂબ પ્રતીકરૂપ જ હોય છે. અમેરિકામાં કઈ ચીજોને વેપાર સૌથી વધુ ચાલે છે, તેની થોડા વખત પહેલાં કરવામાં આવેલી તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે, “મીઠાઈઓનો ધંધે જ સૌથી વધુ ધમધોકાર ચાલતો હતો. મનુષ્યની ઈચ્છાઓને પવન કઈ દિશામાં વહે છે, એ સૂચવનાર તરીકે એ માહિતી મને સામાજિક દષ્ટિએ બહુ અગત્યની લાગી; અને મને થયું કે, અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત દ્વારા તે લોકોએ “સુખ માટે જે હક” સંપાદન કર્યો છે, તેમાં આ મીઠાઈઓ તથા તેઓ જેના પ્રતીકરૂપ છે તે “ગળ્યાં સુખ” પૂરતા પ્રમાણમાં મેળવવાને હક પણ સમાઈ જાય છે કે શું? મને એમ લાગે છે કે, આપણે આપણું સમાજવ્યવસ્થા દ્વારા સુખપ્રાપ્તિની આશા જ ન રાખવી જોઈએ; અને ખાસ કરીને આ મીઠાઈઓવાળાં ગળ્યાં સુખની તો નહિ જ.
આ રીતે વિચાર કરતાં એ નિર્ણય ઉપર અવાય છે કે, ટ્રસ્ટીપણું અને જવાબદારી એ બંને નાગરિકધર્મના મૂળ તત્ત્વનાં જ જુદાં જુદાં નામ છે. તે બંને આપણને યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org