________________
હકો અને ફરજો તે એ હક પ્રાણને પણ જત કરવા તૈયાર નહીં થાય. તેને બદલે એમ કહેવું જોઈએ કે, સારી સમાજવ્યવસ્થા તે પોતાના સભ્યોને હલકી જવાબદારીઓને બદલે ઊંચી જવાબદારીઓ લેવાની તથા બદલવાની સતત તક આપ્યા કરે છે. પ્રગતિશીલ સંસ્કૃતિને ઈતિહાસ તે વધતા જતા ટ્રસ્ટ”ની તથા ટ્રસ્ટીઓ માટે વધતી જતી માગણીની જ નોંધરૂપ હોય છે. જ્યારે ટ્રસ્ટીઓ મળતા બંધ થાય છે, ત્યારે સંસ્કૃતિ પણ પડી ભાગે છે; ભલે પછી તેનું સમાજતંત્ર ગમે તેવું કુશળતાપૂર્વક શેઠવ્યું હોય.
સારી સમાજવ્યવસ્થા આપણને સુરક્ષિતતા જરૂર આપે છે; પરંતુ તે જે લાવી આપે છે તે આપણું “સુખ છે કે કેમ એ બાબતમાં મને મટી શંકા છે. “સુખ” ની બાબતમાં આપણને સંતોષ આપ મુશ્કેલ છે. અને આપણે તેની સરખી વહેંચણી’ની બૂમે ભલે પાડ્યા કરીએ; પરંતુ તે સરખી રીતે વહેંચાયું કે નહિ, એ કોઈ માણસ કદી કહી શકવાનો નથી. સુખને જ ધ્યેય બનાવવામાં રહેલી અનેક મુશ્કેલીઓમાંની એ એક છે. કારણ કે, સુખના બીજાઓએ નિયત કરેલા પ્રકારે આપણને ભાગ્યે જ આકર્ષી શકે. આપણે જે સુખ જોગવીએ, તેમાં હંમેશ આપણું વ્યક્તિત્વ થડે ઘણે અંશે આપણે દાખવવા ઈચ્છીએ છીએ. પરંતુ સમાજવ્યવસ્થા જ જે આપણું સુખ પૂરું પાડવાની હોય, તે તે તે અમુક ઢાળેલાં ચેકસ બીબાંમાં જ આપણને પૂરું પાડી શકે. આપણી અંગત ખાસિયત અને કામનાઓ મુજબનું સુખ, કે જે સુખ જ આપણે માટે સૌથી અગત્યનું હોય છે, તે તે તે નહિ જ પૂરું પાડી શકે. કેટલાક ભલા પુરુષ એવા હોય છે, જેઓ કઈ લંગડા કૂતરાને ઊંચી વાડ ઓળંગવામાં મદદ કર્યા વિના સુખી જ ન થાય. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org