________________
૧૪૦
સર્વોદયની જીવનકળા જેકે આપણાં આદ્ય માત-પિતાએ જે રીતે પ્રથમ પાપ કર્યું કહેવાય છે, તે ઉપરથી તો એમ જ લાગે છે કે, તેમને ત્યાંના જીવનથી કંટાળો જ આવવા લાગ્યો હતો કારણ કે તેમને ત્યાં ખાસ કાંઈ કામ જ કરવાનું નહતું. હું તમને કારખાનાં અને જથાબંધ ઉત્પત્તિના પ્રશંસક બનવાનું નથી કહેત. તો તમારા મનમાં એ વાત ઠસાવવા માગું છું કે, આ ભયંકર વ્યાસ અને ધમાચકડીથી ભરેલું ગ્લાસગો શહેર ઈડનના બગીચા કરતાં ક્યાંય વધુ સારા એવા સ્થળ તરફ જવાના રસ્તા ઉપર એક મજલરૂપ છે. અને તે ઉત્તમ સ્થળે પહોંચવાનો રસ્તો ગ્લાસગોના ઉદ્યોગના નાશમાં નથી રહ્યો, પણ તેમની સુધારણામાં રહેલો છે. આખી ઔદ્યોગિક સંસ્કૃતિને એ જ વાત લાગુ પડે છે. તેની ઔદ્યોગિકતા તે કાયમ રહેવી જ જોઈએ; પછી તેનું બીજું જે કાંઈ કરવું હોય તે કરો.
પરંતુ એ દિશામાં આગળ વધવા માટે આપણી પાસે ઔદ્યોગિક નીતિની ચોકકસ કલપના હોવી જોઈએ. હું નથી માનતો કે આજે આપણી પાસે તે છે. આપણે પાસે રાજકીય નીતિની કલ્પના છે; અને કદાચ તે વધારે પડતી વિકાસ પામી છે. આપણુ પાસે ધર્મનીતિની, યુદ્ધનીતિની, અને ન્યાયનીતિની પણ ક૯૫ના છે. રાજદરબારમાં, દેવળમાં, લશ્કરમાં નૌકાસૈન્યમાં અને ન્યાયમંદિરમાં જોઈતી નીતિની આપણી પાસે પિતપોતાના ક્ષેત્રમાં અતિ અસરકારક એવી કલ્પનાઓ છે. પરંતુ કારખાના માટે જોઈતી નીતિની કલ્પના આપણી પાસે નથી. ઔદ્યોગિક નીતિની જે કાંઈ થોડીઘણી કલપના આપણી પાસે છે, તે ઉપર જણાવેલી નીતિઓમાંથી થોડા થોડા ટુકડા લઈને એકઠી કરેલી છે. તે ટુકડાઓમાં કશી જ સળંગસૂત્રતા નથી. ઉદ્યોગની ભૂમિ ઉપર ઊગેલી ન હોવાથી તે નીતિ આપણને કઈ ઔદ્યોગિક આદર્શ પૂરો પાડતી નથી, તેમ જ ઔદ્યોગિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org