SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વધારેમાં વધારે લેકેની વધારેમાં વધારે કુશળતા ૯ રમતગમતની દુનિયા જ, “વેપારી દુનિયા', કામદારમંડળનું રાજકારણ, ધારાસભાઓના કાવાદાવા, અને લાલ વાવટાઓના દેખાવ કરતાં ચડી જાય છે તથા તે બધાં કરતાં સદ્ગૃહસ્થ તરીકેનો વર્તાવ પણ (–કે જે ધર્મમાત્રનું મૂળતત્ત્વ છે,) રમતગમતનાં મેદાન ઉપર જ એકધારે દાખવવામાં આવે છે? અહીં જ જરા આડા કંટાઈને કહેતા જઈએ કે, મૂડીદારે અને મજૂર વચ્ચેના વર્ગવગ્રહમાં જે રીતિનીતિ સ્વીકારવામાં આવે છે, જે જૂઠાણા ફેલાવવામાં આવે છે, જે અધઃપાતી લાગણીઓ ઉશ્કેરવામાં આવે છે, જે ઝેરી ઊંટવૈદાં કરવામાં આવે છે, અને ધર્મશાસ્ત્રોને ઢેગીપણે જે આધાર ટાંકવામાં આવે છે, તેની આગળ રણભૂમિ ઉપરની અમાનુષિતાઓ તે કાંઈ વિસાતમાં નથી. પાસેના મેદાનમાં કે જ્યાં તકલાદી બાંધકામ કરનારા કંટ્રાકટર જાહેર પૈસાથી કળા-કૌશલ્યનું ખૂન કરી પોતાનું સડેલું સામ્રાજ્યનું ઊભું કરતે હોય છે, તેના કરતાં આપણાં કેટલાંક રમતગમતના મેદાનમાં ઈશ્વર પિતાની પ્રકૃતિને ઓછી બડગતી જ હશે; – જોકે, રમત ઉપર જુગાર ખેલવાને કારણે, રમતગમતના મેદાનમાં કાંઈક કલુષિતતા તે આવી છે. તે પણ રમતગમતના મેદાનમાં કુશળતાની ઉચિત કદર અંકાય છે, અને રમનારાઓ તેને પિતાના કર્તવ્ય તરીકે ખીલવે છે; પરંતુ તકલાદી બાંધકામ કરનાર કટ્રાકટરોમાં કુશળતાનું તે ગૌરવ નષ્ટ થયું છે. હજારોની સંખ્યામાં લોકો રમનારાઓએ દાખવેલી ઉત્કૃષ્ટ કુશળતા જેવાનો જે આનંદ માણવા હડીઓની હરીફાઈમાં, ક્રિકેટ મૅચમાં, કે ઘેડદડ ઉપર જાય છે, તે આનંદ જ્યાં સુધી જગતના જિંદા કામકાજમાં દાખલ નહિ થાય, ત્યાં સુધી આ યંત્રોદ્યોગી સંસ્કૃતિના ભાવી તરફ હું પોતે તો આશાની નજરે જોઈ શક્તો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy