________________
વધારેમાં વધારે લેકેની વધારેમાં વધારે કુશળતા ૫ એક વાર સ્થાપિત થઈ જાય, ત્યાર બાદ “કુશળતામાં ન્યાયી હિસ્સો મેળવવાનો તેમનો હક વિચારવાને પૂરતો સમય રહેશે. તેને જવાબ તે ઉઘાડે છે સંપત્તિમાં ન્યાયી હિસ્સો મેળવવાના હક ઉપર જ સુધારણાનું લક્ષ લાંબા વખતથી કેન્દ્રિત કરવાથી, કુશળતામાં ન્યાયી હિસ્સો મેળવવાની વાત ઉપર તરી આવવાને બદલે એવી તે ખોચરે પડી ગઈ છે કે, સામાન્ય રીતે મજૂરોની ચળવળમાં તેને કશું સ્થાન જ રહ્યું નથી. બીજી બાજુ, મજૂરોની આર્થિક સ્થિતિમાં જેમ જેમ સુધારણા થતી જાય છે, તેમ તેમ તેમની અંગત કુશળતાનું ક્ષેત્ર સતત ઓછું જ થતું જાય છે. મજૂરોના કામ કરવાના કલાક ઘડ્યા છે, તેમને પગાર વધે છે, પરંતુ તેઓ પોતે જથ્થાબંધ “ઉત્પત્તિ”ના દાંતા-ચકનો એક દાંતે જ બનતા જાય છે. નફામાં હિસ્સો મેળવવો એ સારી વાત છે; પરંતુ કુશળતામાં હિસ્સો મેળવવો એ તેનાથી પણ સારી વાત છે. એ વસ્તુને ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે, તે મજૂરેની ચળવળ અત્યારે બની રહી છે તેવી રાજકીય હિલચાલ મટીને કેળવણુની હિલચાલ બની જાય, કે જે બનવાનું તેને માટે ઈશ્વરે નિરધાર્યું હતું.
અત્યારે તે આપણા જેવા જે લેકે મજૂરીને માનવજાતની કેળવણીનું મુખ્ય સાધન માનનારા છે, તથા શારીરિક કે આધ્યાત્મિક “સુખનું મુખ્ય કારણ માનનારા છે, તેઓ મજૂર-ચળવળના આજના સ્વરૂપથી તે ભારે નિરાશા જ અનુભવવાના. જે ચળવળ મજૂરને આર્થિક બાબતમાં ધીરે ધીરે આઝાદ કરવાનું ધ્યેય રાખે છે, પરંતુ દરમ્યાન તેની વૈયક્તિક કુશળતાના સતત થઈ રહેલા વિનાશ તરફ બિલકુલ બેદરકાર રહે છે, તે ચળવળને માનવ સ્વાતંત્ર્યની ચળવળ કહી શકાય નહિ. એક બાજુ તે “આર્થિક ગુલામીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org