________________
કર્મયોગનું સામાજિક ભાષ્ય ઈ. સ. ૧૯૧૭-૮માં કોલેજમાં જતાંત, જ્ઞાનપ્રાપ્તિનાં જે અનેકવિધ સાધને સાંપડવાં, તેમાં પ્રિન્સિપાલ એલ. પી. જેકસનું હીબટ જર્નલ” નૈમાસિક એક ઉમદા અને વિરલ સાધન હતું. આ સદીની શરૂઆતથી ચાલુ થયેલા એ માસિકના શ્રી. જેકસ એક સંસ્થાપક છે, અને શરૂથી આજ સુધી, એટલે કે લગભગ દેઢ પેઢીથી, તે પત્રના તંત્રીનું કામ કરે છે.
એ પત્રનાં પાનાં ફેરવતાં જ હું જોઈ શક્યો કે, આ દ્વારા વિલાયતના ધાર્મિક, સામાજિક તથા સમગ્ર જીવન-વિષયક વિચારનાં વહેણ – એટલે કે તેના જીવનને ઘડનારી ચૂતમ તાકાત, ઠીક જેવા મળે. અને એ રીતે એ પત્રના સમર્થ તંત્રીને જે પરિચય કોલેજનાં વર્ષોમાં મળે, તેની છાપ આજ સુધી વધુ ને વધુ ઊઘડતી ગઈ છે. એ છાપ તે પ્રિન્ટ જેકસ એક મહાન વિચારક છે એ. તે વખતે એમનું એકે પુસ્તક તે મારા જેવામાં આવ્યું નહોતું. પ્રથમ જે જેવા મળ્યું તે ઈ. સ. ૧૯૨૭-૮માં “The Constructive Citizenship
– પુસ્તક હતું, જેને આ ગુજરાતી અનુવાદ છે. એ પછી તે જ અરસામાં છપાઈ હતી. તે વાંચતાં મને લાગ્યું કે, એ એક મહાન ગ્રંથ છે, અને એનું આપણી ભાષામાં વર્ણન કરવું હોય તો, તેને
કર્મવેગનું સામાજિક ભાષ્ય” કહેવું જોઈએ. ત્યાર પછી તે ચોપડી ફરી આ અનુવાદરૂપે વાંચી; મારે તે વખતને એને વિષેને ખ્યાલ વધારે દઢ થયે. વાચક જોશે કે, પુસ્તકના કેટલાય વિચારોના સમર્થનમાં કે સરખામણુમાં તે ગીતાના શ્લોક ટાંકી શકે છે. મારી ભલામણ છે કે, વાચક ગીતાના કર્મયોગ સાથે આ વ્યાખ્યાનનું મંતવ્ય સરખાવે. તે તેને મારી જેમ લાગ્યા વગર નહિ રહે કે, પ્રિન્ટ જેકેસ કર્મવેગનું જાણે સામાજિક ભાષ્ય જ ન કરતા હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org