________________
આ બધું પૂરું થઈ રહ્યા બાદ, મેં પ્રિજેકસને સંસ્થા રથ અનુવાદ પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા પત્ર લખ્યો. પ્રિજેસે ઝડપી પત્રવ્યવહારને બાધક આ સમયમાં પણ બનતી વરાએ પિતાની તથા મૂળ અંગ્રેજી પુસ્તકના પ્રકાશકની (હોડર એન્ડ ટાઉટન લિ., લંડન) પરવાનગી રવાના કરી આપી, તથા અનુવાદને હાર્દિક સફળતા ઈચ્છી. એ બદલ સંસ્થા તરફથી તે બંનેને હું હાર્દિક આભાર માનું છું. મૂળ પુસ્તકની બીજી આવૃત્તિ વેળા તેનું જૂનું નામ “The Constructive Citizenship' બદલીને “The Art Of Living Together” રાખવામાં આવ્યું છે, પણ તેના વસ્તુમાં જરા પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે તે બાબત આ અનુવાદ પૂરતું કશું ખાસ કહેવાપણું પ્રાપ્ત થતું નથી.
અનુવાદમાં જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં આવશ્યક ટિપ્પણ તૈયાર કરી પુસ્તકને અતિ આપ્યાં છે; તથા પુસ્તકના મુખ્ય વિષયની સૂચિ પણ સાથે જોડી છે. આશા છે કે તે બંને વસ્તુઓ વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે.
એપ્રિલ, ૧૯૪ર
– આ અનુવાદની બીજી આવૃત્તિ થાય છે, તે વેળા તેને ફરી જોઈ જવાની જે તક મળી, તેને શક્ય એટલે લાભ મેં ઉઠાવ્યો છે. આજના રાષ્ટ્રીય ઘડતરના અગત્યના સમયે આ પુસ્તક બીજી આવૃત્તિ દ્વારા આપણું જિજ્ઞાસુ નાગરિકોને ઉપલબ્ધ થાય છે, એથી આનંદ થાય છે. ૨૯-૧૧-૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org