________________
અનેક દૃષ્ટિએ ગીતાના ભિન્ન ભિન્ન અર્થે કરી બતાવવામાં આવ્યા છે. પરંતુ તે બધામાં એક સમાનતા રહેલી છે. તે એ કે, તે અર્થે જીવની સર્વતોમુખી ઉન્નતિને અર્થ મુખ્ય સમજીને ચાલ્યા છે. તેમાં સમાજ કે લેાકસંગ્રહને ખ્યાલ છે; પરંતુ પ્રધાનપદે સમાજનો વિચાર કરીએ તે તેને માટે કર્મગ કે ભક્તિવેગ યા જ્ઞાનેગ સે હોય, એ પ્રશ્ન કઈ ભાષ્યકારે યા ટીકાકારે વિચાર્યો હોય, તે મારી જાણમાં નથી. ક્યાંક ક્યાંક કેટલાક શ્લેકે દ્વારા સામાજિક દૃષ્ટિઓ કે વાદનું સમર્થન શેધાયું મળે; પરંતુ એક સળંગ દૃષ્ટિએ સામાજિક સાધના કે વેગ એટલે શું, તે પ્રકારને અર્થ ભાગ્યે જ ગીતાના કેઈ ટીકાકારે ચ હેય. પ્રિજેકસનાં આ વ્યાખ્યાનોમાં એની મીમાંસા સાંપડે છે, એમ હું માનું છું. વ્યક્તિ જે સાધક બને તે તેને સમાજ પણ સુધરે, સુવ્યવસ્થિત થાય, કૃતકૃત્ય થાય, એમ ગીતામાંથી ફલિત થતું બતાવી શકાય. પરંતુ સમાજને પ્રધાનતઃ લક્ષમાં લઈ તેને માટે વેગ વિચારો, અને તે વિચારમાં વ્યક્તિનું પણ આત્યંતિક કલ્યાણ અનુસ્મૃત સમજી લઈને,
– એ આ પુસ્તકની અદ્વિતીયતા છે. અને એથી હું એને “કમગનું સામાનિ ભાષ્ય ” અથવા ટૂંકમાં કહેવું હોય તે “સમાજ-ગ” કહું.
પશ્ચિમની આધુનિક ફિલસૂફીની એક ખાસિયત ગણુએ તે એ ગણાય કે, તેણે “સમાજ” એ વસ્તુને સારી પેઠે વિચાર કર્યો છે. સમાજનું સ્વરૂ૫ તેણે નક્કી કર્યું છે. તે બાબતમાં અનેક આચાર્યો થયા છે. કોકે સમાજ = સરકાર કહ્યું કે કે સમાજ = રાષ્ટ્ર કહ્યું કે કે આ કહ્યું ને કેકે તે કહ્યું. મારે એમાંથી એટલું જ સૂચવવાનું છે કે, જેમ “કિમિદમ ને આત્મિક વિચાર આપણે (વૈયક્તિક વનધોરણે) અનેક વાદે મારફત કર્યો, એમ જ યુરેપમાં સમાજ માટે થયું છે; અને એ સમાજદર્શને યુરોપના વ્યક્તિ-જીવનને પણ ઘડનારાં જીવંત પ્રેરક બળે બન્યાં છે. ત્યાંનાં યુદ્ધો, ત્યાંની જીવન-કલહ-દષ્ટિ, ત્યાંનું એકલપેટા જીવન-ધેરણ ને તેને માટેની લૂંટાલૂંટ ને પડાપડી, ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org