________________
જૈન ચિત્ર-કલ્પલતા
३७
ચિત્ર ૪ર : ભરત અને બાહુબલિ વચ્ચેનું યુદ્ધ (વિ.સં. ૧૫૨૨) નામનિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગી હોવાથી ચિત્રનો ઉઠાવ બહુ જ મનોહર લાગે છે.
આ ચિત્રપ્રસંગ જિનમંદિરોનાં લાકડાનાં કાતરકામ તથા સ્થાપત્યકામમાં પણ ઘણે ઠેકાણે કતરેલા નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડાર સમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કતરેલો છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યા પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ, પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સિકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા ‘ઉપન મહાપુરુ ચરિએ’માં કરેલું જોવામાં આવે છે. ચિત્ર ૪૨ હંસવિ૦ ૧ ના પાના ૬ ૦ ઉપરથી ભરત અને બાહુબલિ વચ્ચેના ઠંદ યુદ્ધના પ્રસંગ-આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી.
| ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું; પરંતુ ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતા હોવાથી શકે તે બંનેને ઠંદ યુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દૃષ્ટિય દ્ધ, વાગયુદ્ધ, મુછિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિનો વિજય થયા, ભરતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org