________________
જેન ચિત્ર-ક૯૫લતા - ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગાને ઉભા છે. આ ચિત્રમાં આભૂષણો વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બહાણુનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે. સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, પણ વર્ણનમાં હરણને ઉલેખ માત્ર પણ નથી. કાન પાસે બંને બાજુથી બંને હાથોથી પવનને આમંત્રિત કરતી બે પુરુષ વ્યક્તિઓ ઊભેલી છે. જમણી બાજુ વીંછી, વાધ તથા છાવણીનો લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતો ઊભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મુકેલું તીર્ણ ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. ચિત્ર ૪૧ શ્રી નેમિનાથનો વરઘોડો-કાંતિવિર ૧ ના પાના ૬ ૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે.
લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ પર તેમને બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેમની પાછળના અવોના હણહણાટથી દિશાઓ ગજી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આમીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યો. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયું: “બંગલના સમૂહથી શોભતો આ વેત મહેલ કોનો હશે ?’ સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી ! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ બીજા કોઇને નહિ, પણ આપણા સસરા ઉગ્રસેન રાજાનો જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપી શ્રી રામતિની ચન્દ્રાનના તથા મૃગલોચના નામની બે સંખીઓ છે.'
ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, એ હાથ માં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણું લઈને બેઠેલી, વસ્ત્રાભૂષણોથી સુસજિજત રામતિ નેમિકુમારની સન્મુખ જોતી બેઠેલી છે. તેની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગલોચના ઉભી છે. પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઈન છે. સન્મુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીકળ જેવી કાંઈક મંગલસુચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભગળી વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી જણાય છે તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતો દેખાય છે. ટેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસવાર રાજકુમારો તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજનો ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬ ૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણો, વાજીંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજરચનાને ઘણો જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org