________________
૩૮
જૈન ચિત્ર-ક૯૫લતા હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિનો નાશ કરવા ચક છેડયું, પરંતુ બાહુબલિ સમાનગોત્રના હોવાથી તે ચક્ર કાંઈ પણ ન કરી શકયું.
બાહુબલિએ વિચાર કર્યો કે “અત્યાર સુધી કેવળ બ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરો ઈલાજ લીધે નથી. માટે હવે તો તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુકકા ઉડાડી દઉં એમ છું.' તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી દોટ તો મૂકી, પણ થોડે દૂર જતાં જ બહરપતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યા. તે પુનઃ વિચારવા લાગ્યા કે “અરેરે ! આ હું કોને મારવા દોડી જઉ છું? મોટા ભાઈ તો પિતા તુલ્ય ગણાય ! તેમને મારાથી શી રીતે હણી શકાય ? પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પોતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્નધ્યાન ધર્યું.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુખિયુદ્ધ ને દંડયુદ્ધ છે. ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બાહુબલિનો મુકુટ દૂર પડતે તથા તેમને મુષ્ટિથી વાળ ઉખેડતા ચિત્રકારે રજૂ કરેલા છે. જેથી વિભાગમાં કાઉસગ્ગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ, છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુ ઘણું કરીને જંગલી સપિ તથા બે ખભા ઉપર બે પક્ષીઓ અને પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી, માનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કે વીરા મારા ગજ થકી હેઠા ઊતરોરે, ગજે તે કેવલ ન હોય !' સાધ્વીઓની પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. ચિત્ર ૪૩ હરિગમેપિન—આ ચિત્ર સેહન પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હરિણગમેપિન બે હાથમાં આકાશમાર્ગે ગર્ભ લઈને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતો હોવાનો બતાવવા માટે હા પક્ષીની ડીઝાઇનવાળા તેના ઉત્તરારંગના છેડાને ઊડતો ચિત્રમાં બતાવેલો છે. ચિત્રકારની આશય ગર્ભ બદલતી વખતનું દૃશ્ય બતાવવાનો છે. ચિત્ર ૪૪ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમન વૃત્તાંત કહે છે-આ ચિત્ર સોહન પ્રત ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર ક્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યાર બાદ પોતાનાથી બહુ નજીક નહિ તેમ બહુ દૂર નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો ધાવ્યો. આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને રત્નો જડેલાં હતાં. પડદાની અંદર રાણીને બેસવાનું એક સિહાસને ગોઠવવામાં આવ્યું છે.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફૂલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર લટકી રહેલું છે. વચ્ચે પડદા છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઇને બેઠાં છે. તેમના માથે ચંદરવો બાંધેલો છે, ચિત્રના ઉપરના ભાગમાં બે મોર ચીતરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org