SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કપલતા વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરે. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અમે ઉત્પન્ન થયો. આને વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રતા કાણીને પકડવા ગયા; પરંતુ તેથી તો તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કોઈ અભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લોકો પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળનો દોષ થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થાય છે માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરવો, અને ત્યાર બાદ પૂર્વોકત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉં વગેરેને તેમાં નાખી પકવ કરી તેને આહાર કરો. તે મુગ્ધ લોકેએ તેમ કર્યું એટલે ઘઉં વગેરેને તો અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યો. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પનો વિધિ બતાવ્યો. ચિત્રમાં સફેદ હાથી ઉપર ઋષભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચો કરીને સામે ઊભા રહેલા યુગલિક પુરુષને તે આપવા માટે ઉત્સુકતા બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઉભા રહેલા યુગલિક પુરુષના બંને હાથ ઊંચા કરેલા બેબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમને ઉત્તરાસંગનો ભાગ ઊડતો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળો દર્શાવ્યાં છે. ચિત્ર ૩૫ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન: હંસવિ૦ ૧ ના પ્રતના પાના ૩ ઉપરથી–આખું પાનું પ્રતના મૂળ કદનું અને નમૂના તરીકે રજૂ કરેલું છે. ચિત્ર ૩૬ ચૌદ સ્વ : કાંતિવિ ૧ ના પાના ૧૬ ઉપરથી–વાચકોની જાણ ખાતર એ ચદે સ્વપ્નનું ટૂંક વિવેચન અત્રે કરવામાં આવે છે. (૧) હાથી–ચાર મહાન દંતુશળવાળે, ઉચ, વરસી રહેલા વિશાળ મેધ જેવો અને વૈતાઢય પર્વતના જેવો સફેદ. તેના શરીરનું પ્રમાણ કેન્દ્રના ઐરાવણ હાથીના જેવડું હતું. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળી, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારનો હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપમાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નનો દ્યોતક છે. (૨) વૃષભ-કેત કમળની પાંદડીઓની રૂપકાંતિને પરાજિત કરતે, મજબૂત, ભરાવદાર માંસપેશવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળા વૃષભ ત્રિશલાદેવીએ બીજા સ્વપ્નમાં જોયો. તેનાં અતિશય ઉત્તમ અને તીણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાડેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે. (૩) સિંહ-ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જોયો. તે પણ મોતીના હાર, ચંદ્રનાં કિરણને રૂપાના પર્વત જેવો વેત રમણીય અને મનોહર હતો. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીફ દાઢે વડે તેનું મુખ શોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથે વિશાળ અને પુષ્ટ હતી. સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા. બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું. તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy