________________
જૈન ચિત્ર-ક૯૫લતા
૨૫ ચિત્ર ૩૪ (હંસવિ૦ ૧, પાનું ૬૦) શ્રી ભદેવન (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક–ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત “શ્રી ઋષભ પંચાશિકા’ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે:૧૪ હે જગન્નાથ ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક૧૫ કરાએલા એવા આપને, વિર્યમયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પ વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકોએ) યા તેમને ધન્ય છે.'
ચિત્રમાં ડાબી બાજુએ સિહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે. તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઉભા રહેલા યુગલિકના એક છેડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એવો ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખોળામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિમિત નયનાએ શ્રી ઋષભદેવ સામે
તું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓનાં કપડામાં જુદીજુદી જાતનાં શોભના આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરુષના વૈભવશાળી પહેરવેશની આબેએ રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાંધેલા ચંદરવામાં તેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે.
આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં આલેખેલો, શ્રી ઋષભદેવે પોતાની રાજ્યાવસ્થામાં જગતના પ્રાણીઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવાનો છે. ‘શ્રીપભપંચાશિકા'ના ૧૦માં લોકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છે: ‘જેમણે (શદ વિદ્યા, લેખ, ગણિત, ગીત ઇત્યાદિ) વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકનાં) શિ૯પ દેખાડયાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ સમસ્ત (પ્રકારનો) લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧ ૬
શિપના મુખ્ય પાંચ ભેદ છે. આવશ્યક-નિયુક્તિ'ની ગાથા ૨૦૭માં ૧૭ તેને નીચે પ્રમાણે વર્ગ છેઃ “કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત (હજામ) ને એમ પર શિપ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ વાન્ડર ભેદો છે.'
જગતને કુંભારની કળા પ્રથમ તીર્થકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બનાવી હતી એમ કહેવામાં આવે છે. પ્રસંગ એમ બન્યો હતો કે કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ લોકોનું દુ:ખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સુચવ્યા મુજબ પૂજા
१.४ धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा ।
चिरधरिअनलिणपत्ता-भिसेअसलिलेहि दिवो सि ।।९।। ૧૫ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ “આવશ્યક-છુિં.” १.६ दाबिअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो।
जाओ सि जाय सामिअ, पयाओ ताओ कयत्थाओ ॥ १०॥ १.७ पंचेव य सिप्पाइं, घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ ।
इक्विकस्य य इत्तो, वीसं बीसं भवे भेया ॥ २०७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org