________________
૬ કર્મની વિચિત્રતા
૧ ૪૦
( સાંભળી કુમારની માતાએ કહ્યું કે “અંગદેશમાં પ્રસિદ્ધ તથા દુશ્મને જેને કંપાવી શક્યા નથી એવી, ચંપા નામની એક ઉત્તમ નગરી છે. ત્યાં શત્રુઓરૂપી હાથીએ તરફ સિંહ સમાન સિંહરથ નામને ઉત્તમ રાજા છે, તેને કમલપ્રભા નામની રાણી છે, કે જે કંકણદેશના રાજાની નાની બહેન થાય છે.
તે રાણીને કેઈ સંતાન નહતું. પરંતુ તેણીએ મેટી ઉંમરે ઉત્તમ સ્વપ્નથી સૂચિત થએલા એક પુત્રને જનમ આપે, કે જે આનંદ આપનારો હેવાથી તેને મોટા આડંબરથી જનમ મહોત્સવ કરવામાં આવ્યો વધામણીએ કરાવવામાં આવી. પછી રાજાએ કહ્યું કે “અમારી અનાથ રાજ્ય લક્ષમીને પાલવાને આ સમર્થ છે, માટે તેનું નામ શ્રીપાલ પાડવું.” તેથી સગાસંબંધીઓ અને ફેઈએ મળીને તેનું નામ શ્રીપાલ પાડ્યું (જૂઓ ચિત્ર ૭૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org