________________
સત્યને જય
હસ્તની અંજલિ જેડીને, પ્રકુલિત મુખવાળી થઈને કહેવા લાગી કેઃ “હે માતાજી ! અહીં આનંદની જગ્યાએ તમે આવે ખેદ કેમ કરે છે? કારણ કે આ તમારા જમાઈ હવે નિરોગી થયા છે. તમારા મનમાં જે તેનાથી ઉલટો વિચાર આવ્યો હોય, તો તે કદાપિ પૂર્વ દિશાના બદલે સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે તો પણ તમારી પુત્રી તે પ્રમાણે કરે નહિ.”
કુમારની માતા પણ બોલી કેઃ “હે સુંદરી ! તમે તમારા મનમાં એવો વિચાર લાવશે નહિ; તમારી પુત્રીના પ્રભાવથી જ મારો આ પુત્ર નિરોગી થયો છે. વળી, તમને ધન્ય છે કે, તમારી કુક્ષિએ આવું અનુપમ શીલવાળું અને ચિંતામણિ રત્ન સરખું સ્ત્રીરત્ન ઉત્પન્ન થએલા છે.”
આ સાંભળીને આનંદિત થએલી તે રૂપસુંદરીએ પૂછ્યું કે “આ બધું શી રીતે બન્યું?”
તે વખતે ધર્મની વિધિની જાણકાર એવી મયણાસુંદરી બોલી કેઃ “જિનમંદિરમાં વાર્તાલાપ કરવાથી નિસ્ટહીને ભંગ થાય છે, માટે તમે મારા ઘેર આવે, ત્યાં હું તમને સર્વ વૃત્તાંત કહીશ.”
પછી ઘેર આવીને મયણાએ શ્રી સિદ્ધચક્રજીના મહિમા સાથે પિતાને બનેલે સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી રૂપસુંદરીએ કુમારની માતાને પૂછ્યું કે “હે સખિ! તમે તમારા પુત્રના વંશની ઉત્પત્તિ કહો. હું તે સાંભળવાની ઈચ્છા રાખું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org