________________
શ્રી શ્રીપાલ કથા પોતાના પતિનું સુંદર સ્વરૂપ જોઈને, આનંદિત થએલી મયણાસુંદરી કહેવા લાગી કે “હે સ્વામી! આ બધા પ્રતાપ સદ્ગુરૂના ઉપદેશનો જ છે. જગતની અંદર માતા, પિતા, ભાઈ, દીકરા વગેરે તો સ્વાર્થનાં સગાં છે, પરંતુ કેઈ પણ જાતના સ્વાર્થ વગર નિષ્કારણ ઉપકારી સદગુરૂની બરાબરી કઈ પણ કરી શકે તેમ નથી” (જૂઓ ચિત્ર ૭૭).
આ પ્રમાણે ગુરુ મહારાજના ઉપદેશનું તથા જૈનધર્મનું પ્રત્યક્ષ ફલ જોઈને, કુમાર પણ દેવ, ગુરુ અને ધર્મમાં વિશેષ કરીને ભક્તિવંત થયા. ધર્મના પ્રતાપે બંને જણ જેમ જેમ સુખ ભેગવવા લાગ્યા, તેમ તેમ તેઓ હમેશાં ધર્મમાં વધુ ને વધુ જોડાવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org