________________
તે શ્રીહીરવિજયસૂરિ શ્રીજિનશાસનરૂપી મુદ્રામાં હીરા સરખા હતા, કે જેમણે જનધર્મની ઘણી જ પ્રભાવના કરી હતી. શ્રીહિરવિજયસૂરિની પાટરૂપ ઉદયાચલપર્વતને વિષે સૂર્ય જેવા, ગંગાજળ પેઠે નિર્મળ કીર્તિવાળા; અકબર બાદશાહની સભામાં વાદ કરીને જિનદર્શનની સ્થિરતા સ્થાપન કરવાથી, જેઓને અકબર શાહે સવાઈ પદવી આપી, એવા શ્રીવિજયસેનસૂરિ થયા.
વળી, તેમની પાટે બહુ ગુણવાન એવા શ્રીવિજયદેવસૂરિ થયા, કે જેનું નામ દશે દિશાઓમાં પ્રખ્યાત છે. તેમના પટધારી શ્રી વિજયપ્રભસૂરિ થયા, તે સૂરીશ્વરજીના રાજ્યમાં આ શ્રીપાલરાસની રચના કરેલી છે.
તે શ્રીહીરવિજયસૂરીજીના મુખ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી થયા, તેઓના આજ્ઞાનુયાયી મુખ્ય શિષ્ય શ્રીવિનયવિજયજી થયા, કે જેઓ સદગુણ, વિદ્યા વાળા, વિનયી, વિચક્ષણ, ગીતાર્થ અને સારા નેહવાળા હતા. તે વિનયવિજયજી ઊપાધ્યાયે સંવત ૧૭૩૮ ની સાલમાં રાંદેર શહેરમાં ચોમાસું રહીને સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ સહિત આ શ્રીપાલરાજાના રાસની રચનાની શરૂઆત કરી હતી, પરંતુ સાડાસાતસો ગાથાઓની રચના કરીને, તેઓ સ્વર્ગવાસી થવાથી, તેમના સંપૂર્ણ પ્રેમવંતનું પવિત્ર બિરૂદ ધરાવનારા અને શ્રીનવિજયજી વાચકના શિષ્ય શ્રીયશેવિજયજી ઉપાધ્યાયે, શ્રીવિનયવિજયજીના સંકેત પ્રમાણે અને ભવ્યજનોના હિતાર્થે આ રાસને બાકીને ભાગ સંપૂર્ણ કર્યો છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org