________________
કથાના કેટલાક ભાગ કાલેજેમાં અર્ધમાગધીના અભ્યાસક્રમ તરીકે પણ દાખલ થએલ છે.
મે આ
"
કથામાં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીએ રચેલી સિરિ સિરિવાલકહા ’નું અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર તથા મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજયજીએ રચેલા ‘ શ્રીપાલ રાસ'ના મહત્ત્વના ઉપયેાગી ભાગા [ ] આ પ્રમાણેની નિશાનીમાં આપીને, વાંચનારને અને ગ્રંથા ખરીદવાની જરૂર ના પડે અને સળંગ કથા વિસ્તારથી સમજી શકાય તે માટે અને કૃતિઓના ઉપયાગ કર્યો છે; અને બંને કૃતિ વચ્ચેના તફાવત ફૂટ નેટામાં તે તે સ્થળે દર્શાવેલા છે.
આ કથા વિક્રમના પંદરમા સૈકાની શરૂઆતમાં એટલે કે વિક્રમ સંવત ૧૪૨૮ માં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય શ્રીહેમચંદ્ર નામના સાધુએ લખેલી છે, એટલે તેના પહેલાં તેા જરૂર જ રચાઈ છે; અને તેના ઉપરથી વિક્રમ સંવત્ ૧૭૩૮ માં મહામહાપાધ્યાય શ્રીવિનય. વિજયજીએ તથા ઉપાધ્યાયજી શ્રીયશેાવિજયજીએ ‘ શ્રીપાલ રાસ ' રચેલા છે જે નીચે મુજખની પ્રશસ્તિ ઉપરથી માલુમ પડે છે.
[ શ્રીપાલરાસની પ્રશસ્તિ
તપગચ્છરૂપ ન દનવનની અંદર કલ્પવૃક્ષ જેવા શ્રીહીરવિજયસૂરિ પ્રગટ થયા, જેએએ મુગલવશભૂષણુ અકબર માદશાહને ઉપદેશ આપીને અહિંસા ધર્મના ક્રમાન મેળવ્યાં હતાં.
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org