SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મયણાસુંદરીની કોટી ૨૧ આ પ્રમાણે મયણાસુંદરીને ઉત્તર સાંભળીને, ક્રોધાંધ થએલા પ્રજાપાલ રાજાએ ઉંબરાણાને બેલા, અને તેને કહ્યું કે “આ પુત્રીને કર્મો તને અહીં લાવ્યા છે, માટે તું તેણની સાથે લગ્ન કર.” [ શહેરમાં દાખલ થએલી ઉંબરાણાની સવારી પૈકી રાણાનું શરીર ઉંબરાના થડ ઊપરનાં ચીરાએલાં છેડીયાં જેવું ફાટી ગએલું હતું. તેના ઉપર છત્ર ધરનાર માણસના કાન સડીને સૂપડા સરખા થઈ ગએલા હતા. તેને ચામર વીંઝ નારની આંગળીઓ કઢથી ધળી થએલી હતી. ખવાઈ ગએલા નાકને લીધે ઘેઘરા સ્વરવાળે તેને છડીદાર હતો. આવા ઠાઠ સાથે ઉંબરાણે એક ખચ્ચર પર બેઠેલે હતે. વળી તે સાતસો કેઢિયાઓના પરિવારમાં, જેમ મૂળ તે કાળા અને વળી દાઝી ગએલા બાવળિયાઓના ઝુંડમાં દાઝી ગએલે આંબે દેખાય, તે તે દેખાતો હતે. વળી તે રાણાના પરિવાર પૈકી કેટલાક ફેંટાં, હૂંઠાં, ખેડા, ક્ષીણ, ખસવાળા, ખાંસીવાળા, દાદરવાળા અને અંગ, ઉપાંગ વગરના હતા. કેટલાકના મેં ઊપર માખીઓ બણબણતી હતી, તે કેટલાકના મોંમાંથી લાળ ટપકી રહી હતી. કેટલાકના શરીર ઉપર ચાંદાં પડી ગયા હતા, તો કેટલાકના માથામાંથી વાળ જ નાશ પામી ગયા હતા. પિતાના રાજાને રાજકન્યા મળવાના ઉમંગમાં આનંદ પામેલા તે સાત કેઢિયાઓ ચૌટામાં ચાલતા શેરબકેર કરી રહેલા હતા. આ લેકેને જોવાને માટે હજારો લેકે એકઠા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy