________________
૨૦
શ્રી શ્રીપાલ કથા કે, દુર્વિનીત અને મારા શત્રુ સમાન એવી મારી પુત્રી મયણાસુંદરીને હું આ ઉંબરરાણ સાથે પરણાવીશ.”
પછી તરત જ રચવાડીથી પાછા વળીને રાજા પ્રજાપાલ પિતાના મહેલમાં પાછા આવ્યું. પાછે આવતાની સાથે જ પિતાની મયણાસુંદરી નામની પુત્રીને લાવીને રાજાએ કહ્યું કેઃ “હે પુત્રી! હજુ પણ તું મારી મહેરબાનીથી સુખી થાય છે, એવું જે માનવા તૈયાર હે તો તને ઉત્તમ પતિ સાથે પરણાવીને ઘણું ધન આપીશ. પરંતુ જે તું તારા કર્મને જ માનતી હોય તો તારાં કર્મોએ લાવેલા-આણેલા-આ ઉંબરરાણ સાથે જ પરણાવીશ, તે બાબતમાં કઈ પણ વિકલ્પને સ્થાન જ નથી.”
આ સાંભળીને મયણાસુંદરી હસીને કહેવા લાગી કે હે પિતાજી! મારા કર્મો જે પતિ આણેલે છે, તે જ મારે સ્વીકાર્ય–પ્રમાણ છે. પછી ભલે તે રાજા હોય કે રંકને
પુત્ર હેય.”
આ મામલે જેઈ સભાજને પિકી કેટલાએક કહેવા લાગ્યા કેઃ “બાલકને વારંવાર છંછેડવાથી હઠે ચડે છે. તેમ જ બાળકની સાથે વાદવિવાદ કરવાથી ન્યાય પણ હલકાઈ પામે છે; માટે રાજાની પણ ભારે અતડાઈ છે.”
વળી, કેટલાક કહેવા લાગ્યા કેઃ “બિચારે રાજા પણ શું કરે? જેમ જેમ તે સમજૂતી આપે છે, તેમ તેમ તે હઠીલી બાળા રાજાને વધારે ગુસ્સે થાય એવું અવસર ઓળખ્યા વગર: બોલે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org