________________
શ્રી શ્રીપાલ કથા
કે “અરેઆ તે શું ઉત્પાત છે!” તે લોકોને જોઈ ભડકીને નાસવા લાગ્યાં, અને કૂતરાં ભસવા લાગ્યાં (જૂઓ ચિત્ર ૫). તે લોકે ઊપર ફિટકાર–ધિકાર-વરસાવતાં લકે તેમને પૂછવા લાગ્યાં કે –“અરે! તમે કેણ છે? ભૂત છે, પ્રેત છે કે પિશાચ છે?”
ઉત્તરમાં રેગીઓ – કેઢિયાએ – કહેવા લાગ્યા કે અમે ભૂત, પ્રેત કે પિશાચ નથી, પરંતુ તમારા રાજાની જે સ્વરૂપવાન રાજકુંવરી છે, તેણીનું લગ્ન અમારા રાણાની સાથે થવાનું હોવાથી, અમે તેમની જાનમાં જઈએ છિએ.” આવું કૌતુક જોવા માટે શહેરનાં લોકે પણ તેઓની સાથે ચાલ્યા, અને જ્યાં પ્રજાપાલ રાજા રાજસભા ભરી બેઠેલ છે, ત્યાં ઉંબરાણુની સાથે સાથે આવી પહોંચ્યા. ]
પ્રજાપાલ રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે, ઉંબરાણાએ કહ્યું કેઃ “હે રાજા! તમારે આવું અયુક્ત વચન ના બોલવું જોઈએ, કારણ કે કાગડાની ડેકમાં રત્નજડિત સોનાની માળા કણ નાખે? એક તે, હું પૂર્વે ઉપાર્જન કરેલા દુષ્ટકમ ભેગવી રહ્યો છું, અને વળી પાછા જાણું જોઈને આ રાજકુંવરીને ભવ કેમ બગાડું. તેથી હે રાજા! તમારે મને જે કન્યા આપવી જ હોય તે મારા લાયક કેઈક દાસીની અથવા નાયિકાની પુત્રી આપે. નહિતર, તમારું કલ્યાણ થાઓ.”
રાજાએ કહ્યું કે “તમે કહે છે તે હું સમજું છું. પરંતુ આ કન્યા માત્ર પિતાના કર્મને જ માને છે. માટે તેણના કર્મે તમારી જ પતિ તરીકે હું પસંદગી કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org