________________
૧૭૮
શ્રી શ્રીપાલ કથા તેથી તે જ પ્રમાણે રાજાએ રાધાવેધની ગોઠવણ કરીને, દેશદેશના રાજાઓને નિમંત્રણ કરીને બોલાવ્યા છે, પરંતુ તેઓમાંના એકે પણ હજુ સુધી તે રાધાવેધ સાથે નથી. પરંતુ હું મારા અનુભવ ઉપરથી માનું છું કે મહાપ્રભાવિક આપ (શ્રીપાલકુમાર) તે રાધાવેધ સાધી શકશે.
આ પ્રમાણે કહીને મૌન રહેનાર તે બ્રાહ્મણને શ્રીપાલે ખુશી થઈને કાનન કુંડલ બક્ષીસ આપ્યાં. રાત્રિએ પિતાના આવાસમાં રહીને સવારમાં તે હારના પ્રભાવથી કેલ્લાગપુર (હાલનાં કેલ્હાપુર) નગરે પહોંચી ગયા. ત્યાં બધા રાજાઓ તથા લકે ભેગા થએલા હતા તે મંડપમાં પહોંચ્યા. મંડપમાં પહોંચીને હારના પ્રભાવથી તથા સિદ્ધચક્રજીના સમરણથી શ્રીપાલે રાધાવેધ સાથે. તે વખતે ત્યાં હાજર રહેલી જયસુંદરીએ, શ્રીપાલકુમારને વરમાળા પહેરાવી અને રાજાએ પણ મેટા મહોત્સવ પૂર્વક બંનેના લગ્ન ક્ય. શ્રીપાલકુમાર રાજકુમારી જયસુંદરી સાથે રાજાએ આપેલા મહેલમાં આનંદથી રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org