________________
૧૯ રાધાવેધની સાધના
૧૫૩
ન.પાલકુમારનું આવું અદ્ભુત ચરિત્ર જોઈને એક (અંગભટ્ટ નામને) બ્રાહ્મણ મટે ઘાંટો પાડીને બેલે કેઃ “હે કુમાર! તમે મારું પણ એક વચન સાંભળોઃ કલાગપુર નામના નગરમાં પુરંદર નામનો રાજા છે. તેને વિજયા નામની પટરાણી છે. તેને હરિવિકમ, નવિક્રમ, હરિષણ તથા શ્રીષેણ વગેરે નામના સાત પુત્રો ઊપર જયસુંદરી નામની એક રૂપવાન અને કલાવાન પુત્રી છે. તે પુત્રીનું આવું સુંદર રૂપ અને લાવણ્ય જોઈને રાજા બોલ્યો કેઃ “આ કુંવરીને યોગ્ય વર શી રીતે પ્રાપ્ત થશે ?”
તે સાંભળીને, રાજકુમારીને ભણાવનાર ઉપાધ્યાયે – પંડિતે–કહ્યું કેઃ “હે મહારાજ ! તમારી આ પુત્રીએ મારી પાસે સઘળી કલાઓને અભ્યાસ કરતી વખતે, શાસ્ત્રમાં વર્ણવેલું રાધાવેધનું સ્વરૂપ મને વિનયપૂર્વક પૂછયું હતું.” તે વખતે મેં પણ તેણીને આ પ્રમાણે કરી બતાવ્યું હતું ? “એક મોટા થાંભલાની ઊપર આઠ ચક્રો ગોઠવવાં – તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org