________________
સ્વયંવર મંડપ કહીને તે કુજરૂપધારી શ્રીપાલે તે લેકેને એવા તે હાથ દેખાડયા, કે તે બધા રાજાઓ ભયથી વ્યાકુલ થઈને ચારે બાજુએ નાશી ગયા. આવી રીતે તે કુબડાએ એવું તે પરાક્રમ ત્યાં બતાવ્યું, કે જેથી રાજી થએલા એવા દેવતાએાએ તેના ઊપર ફૂલોની વૃષ્ટિ કરી.
આ જોઈને શ્રીવાસેન રાજા પણ ખુશી થઈને બેલ્યો કેઃ “હે વત્સ ! જેમ તમે તમારું આ પ્રમાણે અપૂર્વ બલ પ્રગટ કર્યું, તે જ પ્રમાણે તમારૂં મૂલ સ્વરૂપ પણ પ્રગટ કરે.”
પછી કુમારે તત્કાલ પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું. તે જોઈને આનંદિત થએલા વજસેન રાજાએ મેટી ધામધૂમપૂર્વક પોતાની પુત્રી રોલેક્યસુંદરીનું શ્રીપાલકુમાર સાથે લગ્ન કર્યું. તેઓને રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો. ત્યાં શૈલેશ્વસુંદરી સાથે રહે એ શ્રીપાલકુમાર પરમ આનંદ ભગવતે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org