________________
૧૩૮
શ્રી શ્રીપાલ કથા ચડાવો. પછી છાનામાના તે દેરડાં કાપી નાંખવાથી શ્રીપાલ ખરેખર! સમુદ્રમાં પડી જશે, અને પછી નિર્વિવાદ રીતે તમારા મનવાંછિતની સિદ્ધિ થશે.”
આ સાંભળીને આનંદ પામેલે તે ધવલ, કુમારની સાથે ઘણો આનંદ અને ઠઠું મશ્કરી કરવા લાગે છે, જેથી શ્રીપાલને પણ હસવું આવતું હતું.
એક દિવસ તે ધવલ પિતે તે ઊંચા સાચા ઊપર ચડીને શ્રીપાલને કહેવા લાગ્યો કે –“કુમાર ! જૂઓ! જુઓ! આ શું છે? સમુદ્રની અંદર મેં પહેલાં નહિ જેએલું એવું અપૂર્વ કુતૂહલ દેખાય છે.” એમ કહેતે કહેતો પિતે માંચા ઊપરથી ઊતરી ગયે; અને શ્રીપાલ તરફ ફરીને વિશેષે કરીને
લવા લાગ્યા કેઃ “હે કુમાર ! આ અપૂર્વ કૌતક આપને ખાસ જોવા લાયક છે, કારણ કે લેકેમાં કહેવત છે કે જીવ્યા કરતાં જોયું ભલું” (જૂઓ ચિત્ર ૧૦૦).
તે સાંભળીને શ્રીપાલકુમાર પણ એકદમ જેવા તે માંચડા ઊપર ચડ્યા, કે તરત જ તે દુષ્ટ મિત્રે માંચા-ઝૂલાના દેરડા કાપી નાખ્યાં (જૂઓ ચિત્ર ૧૦૧). તે વખતે માચામાંથી ઓચિંતા પડતી વખત શ્રીપાલે પણ એકદમ નવપદનું ધ્યાન ધયું (જૂઓ ચિત્ર ૧૦૨), અને તેના પ્રભાવે એક મગરની પીઠ પર તેઓ પડ્યા. નવપદજીના પ્રભાવથી અને જલતરણ ઔષધિના બલથી મગરની પીઠ પર બેઠેલા શ્રીપાલ કુમાર એક ક્ષણમાત્રમાં કેકણ દેશના કિનારે પહોંચ્યા. જેણે રામ રાખે તેણે કોણ ચાખે તે કેકણ દેશના થાણું નગરની નજીક એક વન હતું, ત્યાં એક ચંપાના ઝાડ નીચે થાકેલા કુમાર આરામ લેવા સૂઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org