________________
૧૨૮
શ્રી શ્રીપાલ કથા. પાન વગેરે આપીને નગરના ઉત્તમ માણસોની સાક્ષીએ પ્રેમપૂર્વક પિતાની પુત્રી મદનમંજૂષાને શ્રીપાલની સાથે વિવાહ કર્યો.
[તે વખતે હાજર રહેલા સાજ-સજ્જનેને શ્રીફળ, સેપારી તથા પાનનાં બીડાં આપી, દરેકના કપાળમાં તિલક કરી તથા કેસર ઘોળી તેનો છંટકાવ કરીને પિતાને આનંદ વ્યક્ત કર્યો.
લગ્નની તૈયારીઓનું વર્ણન –પછી કુંવર પોતાના તંબૂ તરફ પધાર્યા અને રાજા પિતાના મહેલ તરફ ગયા, બંને જગાઓએ વિવિધ પ્રકારના વિવાહ સંબંધી મહેન્સ શરૂ થયા. માનવંતી માટી સ્ત્રીઓ વડીઓ મૂકવા લાગી. પુષ્કળ પાપડ વણાવવા લાગ્યા. અનેક જાતની મિઠાઈઓ બનાવવી શરૂ કરવામાં આવી. ધવલ મંગલ ગવાવા લાગ્યા. દરજીએ બેઠા બેઠા નવા નવા વાઘાઓ શીવવા લાગ્યા. જડિયાએ મણિ, માણેક, મોતી તથા હીરાઓનું જડતર કામ કરવા લાગ્યા. સોનીઓ નવી નવી જાતના સેનાના દાગીનાઓ તૈયાર કરવા લાગ્યા.
લગ્ન મંડપનું વર્ણન–આ બધી ધામધૂમની મુખ્ય શોભારૂપ રાજાએ જે મંડપ રચ્યો છે, તે જોતાં જ આંખને ગમી જાય તે છે. કારણ કે તે મંડપના થાંભલાઓ સેનાવાળા હોવા છતાં તેમાં રત્ન જડાવેલાં હતાં. વળી, દરેક થાંભલાની ઊપર નાટારંભ કરતી મણિ રત્નની બનાવેલી પૂતળીઓ ગોઠવવામાં આવેલી હતી. તે પૂતળીઓ એવી તે સરસ રીતે ગોઠવવામાં આવેલી હતી કે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org