________________
દરર
શ્રી શ્રીપાલ કથા
પ્રભુને વંદન કરીને તેની આગળ ઘણાં લે ભેટ ધર્યો. (જૂઓ ચિત્ર ૫),
તે વખતે રાજા પણ પેાતાની પુત્રી સહિત ત્યાં આવ્યેા. આવા આશ્ચર્યકારક ચરિત્રવાળા એવા તે શ્રીપાલકુમારને ધારીધારીને તે જોવા લાગ્યા. કુમાર પણ આનંદિત થઇને, પંચાંગ પ્રણામથી પૃથ્વીને સ્પર્શ કરીને; મસ્તકપર હાથ રાખીને આ પ્રમાણે શ્રીઋષભદેવની સ્તુતિ કરવા લાગ્યેઃ
“ શ્રીસિદ્ધચક્રજીના નવે પામાં મહાન તથા પ્રથમ પદરૂપ એવા હું જિનેશ્વર ! તથા સુરેંદ્ર અને અસુરે'દ્રથી પૂજાએલા ચરણકમલેાવાળા એવા હે નાથ ! હું આપને નમસ્કાર કરૂં છું.
“ હે શ્રી ઋષભદેવપ્રભુ ! હે ઈચ્છિત ફલ દેવામાં કલ્પવૃક્ષ સમાન ! હે કામદેવના અહંકારને તેડનારા ! હે ભવની ભાવટ ભાગનારા દેવ હું આપને નમસ્કાર કરૂં છું.
“ હે શ્રીનાભિ નામના કુલકરના કુલરૂપી કમલને વિકસ્વર કરવામાં પરમહંસ સમાન ! હું અત્યંત અજ્ઞાનરૂપી અધકારના સમૂહને દૂર કરવામાં એક દીપક સમાન ! હું આપને નમસ્કાર કરું છુ.
“હું શ્રીમરૂદેવ માતાના ઉત્તરરૂપી ગુફામાંથી ઉત્પન્ન થએલ કેસરીસિંહના બાળક સમાન! તથા ભયંકર ભુજદ ડથી હણેલ છે પ્રચંડ મેાહને જેણે એવા હે પ્રભુ ! હું આપને નમસ્કાર કરૂં છું.
“ હે ઈક્ષ્વાકુવંશના ભ્રષસમાન ! હે દૂષણ રહિત ! હે પાપરૂપી હાથીઓને સિંહ સમાન ! હે ચંદ્રસમાન મુખ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International