________________
૧૦૪
શ્રી શ્રીપાલ કથા
સુભટોના આવા ઉદ્ધતાઈભર્યા વચને સાંભળીને શ્રીપાલે કહ્યું કે “અરે! દુ! તમારા તે ધવલ નામના પશુનું બલિદાન આપે. શું ક્યાંય પણ કેઈએ સિંહનું બલિદાન આપ્યું સાંભળ્યું છે?”
પછી તે સુભટો જોવામાં પિતાનું કાંઈક બલ દેખાડે છે, કે તરત જ કુમારે કરેલો સિંહનાદ સાંભળીને, તે સુભટો શિયાળાની માફક નાશી ગયા. ધવલ શેઠે તે વાત રાજાને જાહેર કરવાથી, રાજાએ પિતાનું લશ્કર ત્યાં મોકલ્યું. કુમારે તે તે સન્યને પણ માત્ર અડધીક્ષણમાં હાંકી મૂક્યું.
ત્યારપછી ધવલ શેઠના હુકમથી રાજાના લશ્કરની સાથે ભેગા મળીને, ધવલના સુભટો માયાબીજને, જેવી રીતે ત્રણ રેખાઓથી વીંટવામાં આવે છે તેવી રીતે કુમારને બધી બાજુથી ઘેરી લીધે. વળી, ધવલ બોલવા લાગે કેઃ “અરે! સુભટો! હવે અહીં જ શસ્ત્રથી તેના શરીરના ટૂકડે ટૂકડા કરીને બલિદાન આપો, કે જેથી તે દેવી આજે સંતુષ્ટ થાય.”
તે સુભટનાં સેંકડે બાણ, ગદાઓ, ભાલા તથા તલવાર વગેરે કાંઈ પણ કુમારના શરીરને લાગતું ન હતું; કારણ કે તેને પેલા વિદ્યાધરે આપેલી શસ્ત્રસંતાપહારિણું ઔષધિ પિતાના હાથે બાંધેલી હતી. પરંતુ કુમારના બાણથી તે કેટલાક સુભટના માથાના વાળ, કાન અને નાસિકાઓ વગેરે છેદાઈ ગયાં, હદયમાં દયા હોવાથી કુમારે કઈને પણ જીવથી મારી નાખ્યા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org