________________
શ્રીપાલની વીરતા
૧૦૩ રીને તે નગરમાં ગયા. ત્યાં એક સીકોતરીને તેનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કેઃ “તારાં વહાણે દેવતાએ થંભાવ્યાં છે, માટે જ્યારે તું એક બત્રીસ લક્ષણવાળા પુરુષનું બલિદાન આપીશ ત્યારે જ તે ચાલશે.”
પછી ધવલ શેઠે કેઈક અમૂલ્ય વસ્તુની રાજાને ભેટ કરીને વિનંતી કરી કે “હે રાજન ! મારા વહાણ થંભી ગયાં છે, તેને ચલાવવા માટે બલિદાન આપવા એક પુરુષ મને આપો” (જૂઓ ચિત્ર ૮૪).
રાજાએ કહ્યું કે “અહીં જે પરદેશી હોય અને તેનું કેઈપણ સગું આ નગરમાં ન હોય, તેને લઈ જા; પરંતુ બીજા કેઈને લેશે નહિ.”
પછી ધવલના સુભટો તેવા માણસની શોધ કરતા હતા, તે વખતે તેઓને નગરમાં ફરતા એવા પરદેશી શ્રીપાલ કુમારની જાણ થઈ. શ્રીપાલને બત્રીસ લક્ષણવાળે અને પરદેશી જાણીને તે વાત સુભટોએ ધવલને જણાવી. તે વખતે ધવલે તેને પકડવા માટે ફરીથી રાજાની આજ્ઞા મેળવી.
તે શ્રીપાલકુમાર ચૌટામાં આનંદથી બેઠે છે, ત્યાં તે ધવલના સુભટે આવી પહોંચ્યા, અને હથિયારો ઊંચાં કરીને એકદમ ઉદ્ધતપણે બોલવા લાગ્યા કે “અરે! તું તરત અમારી સાથે ચાલ. કારણ કે તારા ઊપર ધવલ નામનો સાર્થવાહ કે પાયમાન થયે છે, તે તારૂં દેવીને બલિદાન આપશે, માટે પાછલથી તું એમ ન કહીશ કે મને કહ્યું નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org