________________
શ્રી સનતકુમારની કથા
| ૭૧ દુઃખ ઉત્પન્ન કરે છે. કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે થતો જ નથી. તાપસ જમી રહ્યા પછી વાસણ ઉપાડયું તે શેઠના વાંસાની ચામડી નીકળી પડી. મટી વેદના ઉત્પન્ન થવાથી ઘેર આવીને, સર્વ જવાનિને ખમાવી અનશન વ્રત લઈ શેઠ મરણ પામી સૌધર્મેન્દ્ર થયે. પેલો અગ્નિશમ ત્રિદંડી મરણ પામીને તે જ ઇંદ્રના ઐરાવત હાથી તરીકે ઉત્પન્ન થયા.
તે હાથી મરણ પામીને ઘણે સંસાર પરિભ્રમણ કરીને સીતાક્ષ નામે ગુહ્યક થયા. સૌધર્મેન્દ્ર પણ ત્યાંથી ચવીને હસ્તિનાપુરના અશ્વસેન રાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. પુત્રનું નામ સનકુમાર પાડવામાં આવ્યું. અનુક્રમે યુવાન થયે. સનકુમાર બહુ જ સ્વરૂપવાન હતો. તેને મહેન્દ્ર નામનો એક ખાસ મિત્ર હતો.
એક વખત મિત્રની સાથે સનતકુમાર વસંતકીડા કરવા માટે ગયો. તે વખતે રાજાને ભેટ આપવા માટે પરદેશથી કેઈ જાતવાન ઘોડે ભેટ લઈને આવ્યું. તે અશ્વને રાજાએ કુમારની પાસે વનમાં મોકલ્યા. કુમારે તે ઘેડા ઉપર ચડીને જેવી લગામ ખેંચી તે જ ઘડો ખૂબ દોડ્યો, અને એક ક્ષણમાં જ તે વન મૂકીને આગળ જતો રહ્યો. અશ્વસેન રાજાને આ સમાચાર મલ્યા. તે સમગ્ર સિન્ય લઈને સનકુમારને શોધવા નીકળ્યો. સર્વત્ર તપાસ કરવા છતાં પણ કુમારને પત્તો નહિ લાગવાથી રાજા રૂદન કરતો નગરમાં પાછો ગયો.
તે વખતે મહેન્દ્ર આવી નમસ્કાર કરીને દેશાંતર જવાની રાજા પાસે આજ્ઞા માગી. તે ફરતો ફરતો કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org