________________
શ્રીસનતકુમાર ચક્રવર્તીની સ્થા
८४
Lચનપુર નામના નગરમાં વિક્રમસેન નામને રાજા હતા, તેને પાંચસો રાણીઓ હતી. તે જ નગરમાં એક નાગદત્ત નામનો શેઠ રહેતો હતો, તેને વિષ્ણુ નામની મહા સ્વરૂપવાન પત્નિ હતી. તેણીને ગોખમાં બેઠેલી રાજાએ દેખી રાજાએ પિતાના સેવકે મેકલીને તેણીને બળજબરીથી અંતેઉરમાં લાવી મંગાવી. નાગદત્ત શેઠે તેણીને છોડાવવા ઘણું પ્રયત્ન કર્યો, પરંતુ રાજાએ તેણીને છોડી નહિ. તેથી નાગદત્ત સ્ત્રીથી વિહલ થએલો જંગલમાં જતો રહ્યો.
વિક્રમસેન રાજા પણ વિષણુના ઉપર જ પ્રેમ કરવાથી, બાકીની પાંચસો રાણીઓએ કામણુ હુમણાદિ પ્રયોગ કરીને વિષ્ણુ રાણીને મારી નાખી. તેણીને મરણ પામેલી દેખીને રાજા તેને વળગી રહ્યો, પરન્તુ મેહદશાથી તેણીને અળગી કરતો ન હતે. પછી કઈ યુક્તિથી પ્રધાન રાણીને અગ્નિસંસ્કાર કરવા લઈ ગયે. પરંતુ જ્યારે તેણીને ચિતા પાસે મૂકી, ત્યારે રાણીને નહિ દેખવાથી રાજા પ્રધાનને કહેવા લાગ્યું કે મારી પ્રાણપ્રિયાને લાવ. પ્રધાને પણ રાજાને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org