________________
કથામંજરી-૨ મુખમાંથી જ પાંચ પાંચ સેનામહ પડે. માટે તે સહકાર વૃક્ષના ફલને લાવીને આ બંને જણને આપીએ તે તેમનું બહુમાન સારી રીતે કર્યું કહેવાય. આ પ્રમાણે વિચાર કરીને તે સૂડો અને સૂડી ત્રિકૂટ પર્વત ઉપર જઈને તે સહકાર વૃક્ષના ફલ લાવીને બન્ને કુમારને આપીને તેઓનું બહુમાન કર્યું.
સવાર પડી એટલે બંને કુમારો આગળ ચાલ્યા. અમરસેને દાતણ કરીને રાજ્યપદવી મલવાનું ફલ ખાધું. બીજા દિવસે બીજું ફલ દાતણ કરીને વિરસેને ખાધું. ફલ ખાતાંની સાથે જ વીરસેનના મુખમાંથી પાંચ સેનામહોરે પ્રાપ્ત થઈ તે ધન જઈને બંને આનંદ પામ્યા. પછી ચાલતા ચાલતા સાતમાં દિતસે કંચનપુર નગરે પહોંચ્યા. ત્યાં નગર બહાર વૃક્ષની નીચે અમરસેનને બેસાડી ભેજન વગેરે લેવા માટે વીરસેન નગરમાં ગયા. તે વખતે તે નગરને રાજા પુત્ર વગર મરણ પામવાથી, પ્રધાન વગેરેએ પંચ દિવ્ય તૈયાર કર્યા હતાં. તે પંચ દિવ્ય ફરતાં ફરતાં નગર બહાર વૃક્ષની નીચે જ્યાં અમરસેન બેઠે હતું ત્યાં આવીને પ્રગટ થયાં. અમરસનને હાથી ઉપર બેસાડી રાજમહેલમાં લઈ ગયા. અને તેનો રાજ્યાભિષેક કર્યો. પછી ભાઈની શોધ કરતાં પત્તો નહિ લાગવાથી, અને પિતાના ભાઈને રાજ્ય પ્રાપ્ત થયું છે એવા સમાચાર મલવાથી વીરસેન એક ગણિકાને ત્યાં જઈને રહેવા લાગ્યો. ત્યાં પિતાના મુખમાંથી જે પાંચસો સેના મહેરો પ્રાપ્ત થતી હતી, તે વેશ્યાને આપી દેતો હતો, છે અને તેની સાથે નિરંતર વિષયસુખ ભગવતે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org