________________
વીરસેન તથા અમરસેનની કથા નાખી આજ રાત્રે મારી પાસે લાવજે.” તે સાંભળી ચંડાલ બંને કુમારો પાસે ગયો, અને તેમને રાજાને હુકમ કહી. સંભળાવ્યો. બંને કુમારે બોલ્યા કે –“પિતાનો આદેશ અમારે મંજુર છે, તું સુખેથી અમારા મસ્તક કાપી લે.”
ચડાલે કહ્યું કે:-“તમારા પુણ્યથી આકર્ષાઈને હું કહું છું કે, તમે અહીંથી પરદેશ ભાગી જાઓ.” તે બંને કુમારે ચડાલના કહેવા પ્રમાણે છાનામાના ત્યાંથી જતા રહ્યા. બંને વિચાર કરવા લાગ્યા કે આપણા કર્મના ઉદયથી ઓરમાન માતાએ આપણા ઉપર ખોટું કલંક ચડાવ્યું. ઓરમાન માતાને પણ બને જતા રહ્યા જાણી આનંદ થયે. આ બંને ભાઈઓ ફરતા ફરતા એક જંગલમાં રાત્રિએ એક ઝાડની નીચે સૂઈ ગયા. ત્યાં અમરસેન સૂઈ ગયો અને વીરસેન જાગતા રહ્યા. તે ઝાડના ઉપર સૂડો અને સૂડી બેઠેલાં છે, તેમાંથી સૂડી બોલી કે આ ઝાડની નીચે જે બેઠા છે, તેમનું આપણે બહુમાન કરીએ. તે વખતે સૂડો બોલ્યો કે “હે સૂડી! આપણે તિર્યંચ છીએ, તેથી આપણે તેમનું શી રીતે બહુમાન કરીએ ?”
વખતે સૂડી બોલી કે જે ઉદ્યમ કરીએ તો સર્વ વસ્તુ સાધ્ય થઈ શકે છે. તેથી જો તમે ઉદ્યમ કરે, તે હું પણ તમને મદદગાર થાઉં. પછી સૂડાએ કહ્યું કે તું કહે તે હું ઉદ્યમ કરું! સૂડી બેલી કે ત્રિકૂટ પર્વત ઉપર એક સહકાર વૃક્ષ છે, તે એક વિદ્યાધરે મંતરીને વાવેલો છે, તેમાં એક ફલ એવું છે કે તેનું ભક્ષણ કરવાથી રાજ્ય પ્રાપ્તિ થાય, અને બીજું ફલ એવું છે કે તેનું જે ભક્ષણ કરે, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org