________________
ઉo
કથામંજરી–૨ ધાન્ય ભક્તિપૂર્વક એક તપસ્વી સાધુને વહેરાવ્યું; સાધુને વહોરાવતાં તેને ઘણે જ આનંદ ઉત્પન્ન થયે.
આ પ્રમાણે શુભ કૃત્ય કરતાં આયુષ્ય પૂર્ણ થવાથી બંને જણ મરણ પામીને કલિંગ દેશના ફૂરસેન નામના રાજાની વિજયારાણીની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં એકનું નામ વીરસેન તથા બીજાનું નામ અમરસેન પાડવામાં આવ્યું. બંને પુત્રો રાજાને ખૂબ વહાલા હતા. વળી તે બંને સર્વ કલાએમાં પણ પારંગત થયા. તે બંને ભાગ્યશાળી રાજપુત્ર લોકોને પણ પ્રિય થઈ પડ્યા. તેઓની લોકપ્રિયતા જોઈને તેમની ઓરમાન માતાએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ અને પુત્રો અહીં હાજર હશે, ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મલશે નહીં.
શૂરસેન રાજા એક વખત વસંતઋતુમાં ઉદ્યાન કીડા કરવા ગયો. તે વખતે ઓરમાન માતાએ રાતના વખતે પિતાનું શરીર નખ વડે વલૂરી નાખ્યું. રાજા વસંતકીડા કરીને ઘેર આવ્યું, ત્યારે તેને રાણીને પૂછયું કે તારા આવા હાલ કેણે કર્યા? રાણી સ્ત્રીસ્વભાવ પ્રમાણે ઢગ કરતી ને આંખમાં આંસુ લાવીને બોલી કે “હે સ્વામી! આ કામ તમારા બંને વહાલા કુમારોએ કર્યું છે. આ બંને મદોન્મત્ત કુમારે તમારી ગેરહાજરીમાં આવીને મારા આવા હાલ કર્યા છે માટે હવે મને પીયર મેકલે. એ તમારા માનીતા પુત્રો પાસે મારાથી રહી શકાશે જ નહિ.”
આ પ્રમાણે વાત સાંભળતાં જ રાજાએ તરત જ ચંડાલને તેડાવીને કહ્યું કે-“આ બંને કુમારનાં મસ્તક કાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org