________________
વીરસેન તથા અમસેનની સ્થા
૯૨
મણિમંદિર નામના નગરમાં શ્રીકર નામનો એક
વ્યાપારી રહેતા હતા. તે પરમ શ્રાવક હતા, અને ત્રણે કાળ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતા હતા; તથા પર્વ દિવસે પૌષધ કરતા હતા. તે શેઠને કુશલવતી નામની ધર્મપત્નિ હતી. શેઠને ત્યાં બે નોકરા હતા તે પણ શેઠની સાખતથી જૈનધર્મનું સેવન કરતા હતા.
એક વખતે તે બંને નોકરેા અંદરઅંદર વાત કરવા લાગ્યા કે આ શેઠ પુણ્યવાન અને ભાગ્યવાન છે, તેથી તેના ત્રણે જનમ સાર્થક થએલા છે. આ વાકયો સાંભળીને શેઠને આનંદ થયા. એક વખત તે બંને નોકરે શેઠની સાથે દેરાસરે ગયા. ત્યાં શેડ માલણુ પાસેથી ફૂલ લઈ ને જિનમંદિરમાં ગયા, તે દેખીને પેલા બે નોકરામાંથી એક નોકરે પણ પાંચ કોડીના ફૂલ લઈને ભક્તિપૂર્વક જિનમૂર્તિની પૂજા કરી. બીજો સેવક ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા બેઠા. ત્યાં ઉપવાસનું પચ્ચકખાણ કરીને એ પહેાર પછી ઘેર આવ્યેા. શેઠને ત્યાંથી પેાતાના ભાગમાં આવેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org