________________
સાત્યકીની કથા
૫૫
સાત્યકી બંને જણા પ્રભુ મહાવીરના સમવસરણમાં બેસીને ઉપદેશ સાંભળે છે (જૂઓ ચિત્ર ૧૧). ત્યાં સાત્યકીએ ભગવાનને કહ્યું કેઃ “હે પ્રભુ! હું મિથ્યાત્વને ઘોરીને સમુદ્રમાં નાખી દઈશ.” પ્રભુએ કહ્યું કે “તારાથી તે ઉલટું મિથ્યાત્વ વધારે પ્રચલિત થશે.” તેટલામાં કાલસંવર વિદ્યાધરે પ્રભુને પૂછયું કે –“હે પ્રભુ! મારું મરણ કેના હાથે થશે?” તે વખતે ભગવાને કહ્યું કે –“આ સાત્યકીના હાથથી જ તારું મરણ થશે.” તે સાંભળી વિદ્યારે વિચાર્યું કે આ બાળકનું મારી આગળ શું ગજું. એમ ચિંતવીને સાત્યકીને પગની ઠેશ મારીને જતો રહ્યો. આ પ્રમાણે કરવાથી સાત્યકીના મનમાં મોટે ખેદ ઉત્પન્ન થયે.
પછી સાત્મકી જ્યારે મેટો થયે, ત્યારે પેઢાલ વિદ્યાધરે તેને રેહિણી પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાઓ સાધતાં કાલસંવર વિદ્યાધર તેને અડચણ ઊભી કરવા લાગ્યા. પરંતુ પૂર્વજનમના વચનથી તે વિદ્યાદેવીએ અનુકમે પ્રસન્ન થઈ. કારણકે પૂર્વભવમાં વિદ્યાદેવીઓએ એ સાત્યકીને પાંચ ભવ પર્યત ઉવેખ્યું હતું, પરંતુ પાંચમા ભાવમાં કહ્યું હતું કે છઠ્ઠા ભવે તને ઉપક્રમે વિદ્યા સિદ્ધ થશે. તે માટે તત્કાલ વિદ્યાઓ સિદ્ધ થઈ. પરંતુ તે વખતે સાત્યકીનું આયુષ્ય માત્ર છ મહિનાનું જ બાકી રહેલું સાંભળીને ફરીથી તેને વિદ્યાદેવીઓને કહ્યું હતું કે હે સ્વામિની! તમે મારા ઉપર કૃપા કરીને સાતમા ભવે વહેલાં સિદ્ધ થજે. તે વચનથી સાત્યકીને સાતમા ભવે તે વિદ્યાઓ તાત્કાલિક સિદ્ધ થઈ.
તેના ઉપર વિદ્યાદેવીઓને અત્યંત પ્રેમ ઉત્પન્ન થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org