________________
વિક્રમ રાજાની કથા
૮૮ જજયણ નગરીમાં વિક્રમાદિત્ય રાજાને એકકમલાવતી નામની રાણી હતી. એક વખત સભામાં બેઠેલે વિક્રમ રાજા આનંદમાં આવી સભામાં કહેવા લાગ્યું કે દુનિયામાં એવી કઈ વિદ્યા છે કે જે મારા રાજ્યમાં ના હોય? આ પ્રશ્ન સાંભળી એક પરદેશી વિદ્વાન પુરુષ બેલી ઉડ્યો કે “હે રાજા! તમારા રાજયમાં લક્ષ્મીવાન , વિદ્યાવાન, ગુણવાન એવા અનેક પુરુષે છે. વળી તમે પિતે પણ વિદ્યાવાનું અને લક્ષ્મીવાનું છે. તમારી રાણી સરસ્વતી જેવી છે અને દાનેશ્વરી પણ છે, પરંતુ એક માત્ર પરકાયા પ્રવેશકારિણી વિદ્યા તમારી પાસે નથી.”
આ સાંભળી વિક્રમ રાજા તરત જ બોલ્યા કે “તે વિદ્યા ક્યાં છે?” પેલે પરદેશી પુરુષ બે કે “હે સ્વામી! ગીરનાર પર્વત ઉપર એક સિધેશ્વર છે, તેની પાસે તે વિદ્યા છે (જૂઓ ચિત્ર ૧૦).” તે સાંભળી પિતાના પ્રધાનને રાજ્ય સેંપીને વિકમ રાજા એક ગીરનાર ભણી ચાલી નીકળ્યો. રસ્તામાં ઘણાં કષ્ટો વેઠીને કેટલાક દિવસે. વિક્રમ રાજા ગીરનાર પર્વત ઉપર પહોંચી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org