________________
ગજસુકુમારની કથા
ભારઠ દેશમાં દ્વારકા નામની નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. એક વખતે વાસુદેવની માતા દેવકીએ ઝરૂખામાં બેઠાં બેઠાં કઈ સ્ત્રીને પિતાના બાળકને રમાડતી જોઈને તેણીને વિચાર આવ્યું કે મારે પણ બાળક હોય તે હું પણ તેને રમાડું.
શ્રીકૃષ્ણ માતાને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીજીએ ચિંતાનું કારણ કહ્યું. પછી માતાના સંતેષને ખાતર શ્રીકૃષ્ણ અડ્ડમની તપશ્ચર્યા કરીને હરિણેગમેષ દેવની આરાધના કરી (જૂઓ ચિત્ર ૭). તે પ્રસન્ન થઈને બે કે –“તમારી માતાને પુત્ર થશે, પરંતુ યૌવનવયમાં દીક્ષા લેશે.” - દેવના પ્રભાવથી દેવકીજીને પુત્ર થશે, તેનું નામ ગજ સુકુમાર પાડવામાં આવ્યું. તે સઘળી વિદ્યાઓ ભણીને યૌવન અવસ્થાને પામે. સોમિલ નામના બ્રાહ્મણની પુત્રી સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. એક વખતે શ્રીનેમિનાથ પ્રભુ દ્વારકાના ઉદ્યાનમાં સમેસર્યા. (જૂઓ ચિત્ર ૮). તેમની પાસે ઉપદેશ સાંભળીને માતાની આજ્ઞા મેળવીને ગજસુકુમારે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org