________________
નાગદત્તની કથા
૩૧ કેટવાલ નાગદત્તનું મોં કાળું કરીને ગધેડા ઉપર બેસાડીને અનેક જાતની વિટંબનાએ કરી નગરમાં ફેરવીને ફૂલી આપવાના સ્થાનકે લા.
આ વાત નાગવસુના સાંભળવામાં આવી. તે વખતે તેણુને મહાદુઃખ ઉત્પન્ન થયું. નાગદત્તના કષ્ટનું નિવારણ કરવા માટે નાગવસુએ શાસનદેવીનું સ્મરણ કરીને કાઉસગ્ન કર્યો, અને નિશ્ચય કર્યો કે જે વખતે નાગદત્ત આ કલંકથી મુક્ત થશે, તે વખતે જ હું કાઉસગ્ગ પારીશ.
નાગદત્તને ફૂલી દેવા માંડી તે પડી ભાંગી, પણ નાગદત્તને અંગે લાગી નહિ. તે વખતે કેટવાલના હુકમથી નાગદત્તને મારવા માટે તલવાર ઉપાડી, તે તલવાર પણ ફૂલની માળા જેવી લાગી. આ ચમત્કાર જોઈને રાજસેવકે તે વૃત્તાંત રાજા આગળ કહ્યો. રાજા પિતે ત્યાં આવ્યું, તેને આ બધું નજરે જોઈને નાગદત્તને ખરી હકીક્ત શું છે? તેમ પૂછતાં નાગદત્તે સત્ય વૃત્તાંત જે હતો તે રાજાને કહી બતાવ્યો. તે સાંભળી રાજા મોટા મહત્સવપૂર્વક નાગદત્તને નગરમાં લઈ આવ્યું, અને પિતાને અપરાધ ખમાવીને કેટવાલને દેશ બહાર કાઢી મૂક્યો. તેના ઘરનું સર્વસ્વ લૂંટી લીધું. કહ્યું છે કે –“અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપનું ફેલ તાત્કાલિક પ્રાપ્ત થાય છે.?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org