________________
કથામંજરી-૨ એક વખતે સાગરશેઠ કોઈ કામ પ્રસંગે નંદના ગેકુલમાં ઓવ્યા. ત્યાં દામન્નકને જે. તેનું વૃત્તાંત નંદને પૂછ્યું. નંદે જે હતું તે પ્રમાણે કહ્યું. આ સાંભળીને શેઠ તરત જ પિતાના ઘેર પાછા જવા લાગ્યા. તે વખતે નંદ બોલ્યો કે તમે જલદી ઘેર કેમ પાછા જાઓ છો ? તમારે કાંઈ ખાસ કામ હોય તે મારા પુત્રને મોકલે, તે તમારું કાર્ય કરી આવશે.
સાગરશેઠે એક કાગળ લખી આપે ને દામન્નકને કહ્યું કે “આ કાગળ મારા પુત્રને આપજે.” દામનક પણ કાગળ લઈને તરત ચાલ્યા. રસ્તે ચાલતાં તે થાકી ગયે. તેથી ગામની નજીકમાં આવેલા કામદેવના મંદિરમાં જઈને સૂઈ ગયે.
એવામાં સાગરશેઠની વિષા નામની પુત્રી તે જ મંદિરમાં કામદેવની પૂજા કરવા આવી. તેણે ત્યાં સૂઈ રહેલા દામન્નકના અંગરખાની કસે એક કાગળ બાંધેલો છે, તે છોડીને વાંચવા માંડયો. તેમાં લખ્યું હતું કે આ દામનકને તે આવે કે તરત “વિષ દેજે” એમાં કાંઈ પણ વિચાર કરશે નહિ.
આ પ્રમાણેને કાગળ વાંચીને તે કન્યાએ વિચાર્યું કે મારા પિતા જરૂર કાગળ લખતાં એક કાને ચૂકી ગયા લાગે છે. કેમકે મારું નામ વિષા છે, તેના બદલે ભૂલથી વિષ લખાઈ ગયું છે. પછી આંખનું કાજલ કાઢી સળી વતી એક કાનો વધારીને વિષની જગ્યાએ વિષા લખીને કાગળ પાછો તેની કસમાં બાંધી દીધો અને કન્યા પિતાના ઘેર પાછી આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org